ગુજરાત સરકારે તાજેતરમાં જ બજેટ રજુ રહ્યું હતું, જેમાં તેઓએ દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે અને સ્ત્રી ભ્રુણ હત્યાને ખતમ કરવાના પ્રયાસરૂપે બજેટમાં ‘વ્હાલી દીકરી યોજના’ લોન્ચ કરી છે. ગુજરાજનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, આ યોજના હેઠળ દિકરી 18 વર્ષની થઇ જશે ત્યારે સરકાર તેને રૂપિયા એક લાખ આપશે. ત્યારે મહિલા અને બાળવિકાસ કલ્યાણમંત્રી વિભાવરીબેન દવેએ પણ આ યોજનાને ખાસ ગણાવતા કહ્યું હતું કે સરકાર હવે દીકરીઓના માવતર બનવા જઇ રહી છે. વહાલી દીકરી યોજના લાવી સરકાર દીકરીઓની વહારે આવી છે.

નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મહિલાઓ, બાળકો, કિશોરીઓ તથા સગર્ભા માતાઓના સંકલિત વિકાસ માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં કન્યા કેળવણી મફત છે. દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત કરવા માટે અને શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા થતા બાળલગ્ન પ્રથા અટકાવવાના હેતુ સાથે વ્હાલ દીકરી યોજના લાવ્યા છીએ.

આ યોજનામાં કુટુંબના પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. આ યોજના અંતર્ગત દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4000 રૂપિયા, નવમા ધોરણમાં આવે ત્યારે બીજા 6000 રૂપિયા અને દીકરી 18 વર્ષની થઇ જાય ત્યારે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય દીકરી જયારે પુખ્તવયની થાય ત્યારે શિક્ષણ માટે અને લગ્ન પ્રસંગ માટે મોટી રકમ મળશે. જો કે આ યોજનાનો લાભ વાર્ષિક 2 લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારોને જ મળશે. આ યોજના માટે 133 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks