સ્કૂટી પર બેઠી હતી છોકરી, રસ્તે ચાલતો આવ્યો ખુંટીયો અને પછી પાછળથી બે પગ ઊંચા કરીને કર્યું એવું કામ કે… જુઓ વીડિયો
ગુજરાત સમેત દેશભરમાં રોડ પર રખડતા પ્રાણીઓનો ત્રાસ રહેલો છે. આવા રખડતા પ્રાણીઓના કારણે ઘણા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે જેમાં ઘણા લોકો ઘાયલ થાય છે તો ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે પ્રાણીઓના કારણે સર્જાતાં અકસ્માતની પણ ઘણી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે.
તમે ઘણા વીડિયોમાં જોયું હશે કે રસ્તે ચાલતા કે બાઈક લઈને જતા વ્યક્તિને રખડતી ગાય કે ખૂંટિયાએ અડફેટમાં લીધા હોય. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્કૂટી પર બેઠેલી એક છોકરીને એક ખૂંટિયાએ અડફેટમાં લીધી હતી. આ ઘટનાને કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખુંટીયો રસ્તા પર ચાલી રહ્યો છે. પછી તે રસ્તાના કિનારે સ્કૂટી પર બેઠેલી એક છોકરી તરફ જાય છે અને પાછળથી તેના બંને પગ ઉપાડીને છોકરીઓને ખરાબ રીતે લાત મારે છે. સ્કૂટી પલટી જાય છે અને સ્કૂટી પર બેઠેલા બંને વ્યક્તિઓ ખરાબ રીતે નીચે પડી જાય છે અને આખલો તેમની ઉપર ચઢી જાય છે.
View this post on Instagram
આ વીડિયોને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો ચેલેન્જર_રાજુ_73 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લગભગ હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.