રસ્તા પર ભીડાઈ ગઈ વિદ્યાર્થીનીઓ, ઢીંકા-પાટા અને ડંડાથી થઇ લડાઈ, વીડિયો વાયરલ

શરમજનક વીડિયો વાયરલ ! સ્કૂલની વિદ્યાર્થીનીઓએ જાહેરમાં છૂટ્ટા હાથે કરી મારામારી, લાફા ઝીંક્યા, વાળ ખેંચ્યા

સોશિયલ મીડિયા પર દરેક રોજ અવનવા વીડિયો જોવા મળતા હોય છે. જેમાંના અમુક હેરાન કરી દેનારા તો અમુક ખુબ જ ફની હોય છે જયારે અમુક તો એવા વિચિત્ર હોય છે કે તેમના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની જાય છે. એવામાં કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાંથી એક સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેક લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે.

સામે આવેલા વીડિયોમાં શાળાની વિદ્યાર્થીઓ એકબીજાને ઢીંકા-પાટા અને થપ્પડ મારીને લડાઈ કરી રહી છે. સ્કૂલનો ડ્રેસ પહેરીને લડી રહેલી આ વિદ્યાર્થીઓની આસપાસ રહેલા લોકોએ તેનો આ વીડિયો રેકોર્ડ કર્યો હતો.આ ઘટના ક્યાં સમયની છે અને શા કારણથી લડાઈ થઇ રહી છે તેનું સચોટ કારણ સામે આવ્યું નથી, પણ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા આ વીડિયો અનેક વાર જોવામાં આવી ચુક્યો છે અને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓએ આપી રહ્યા છે.

જો કે માનવામાં આવી રહ્યું છે કે બે અલગ અલગ શાળાની વિદ્યાર્થીઓ વચ્ચે કોઈક વાતને લીધે બબાલ થઇ ગઈ હતી જેને લીધે તેઓ એકબીજા સાથે ભીંડાઈ ગઈ હતી. વીડિયોમાં વદ્યાર્થીઓ બે અલગ અલગ સ્કૂલ ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે. છોકરીઓ એકબીજાના વાળ ખેંચતી, થપ્પડ મારતી, એકબીજાને ગળદા પાટુનો માર મારતી, ધક્કો મારતી જોવા મળી રહી છે. જ્યારે એક છોકરી તો ડંડો લઈને લડાઈ કરતી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ ખુબ જ હિંસક બનીને એકબીજા સાથે માર-પીટ કરી રહી છે. એક છોકરીને તો જમીન પર પટકી પટકીને મારવામાં આવી રહી છે.


વીડિયોમાં જોઈ શકાય છે કે આ લડાઈ લાંબા સમય સુધી ચાલી હતી. અને અમુક છોકરીઓને ઇજા પણ થઇ છે. ઘણા લોકોએ છોકરીઓને અલગ કરવાની કોશિશ પણ કરી હતી પણ તેઓની તમામ કોશિશો નાકામ રહી હતી.આ મામલામાં સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ન તો  કોઈ હસ્તક્ષેપ કર્યા કે ન તો કોઈ નિવેદન આપ્યું હતું.

સોશિયલ મીડિયા પર આ મામલે ચર્ચા શરૂ થઇ ગઈ છે અને લોકો જાત જાતના કેપ્શનની સાથે વીડિયો શેર કરી રહ્યા છે.કથિત રૂપે આ લડાઈમાં શામિલ એક વિદ્યાર્થીના મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેને લખ્યું કે તે રચના નામની છોકરીએ તેને બિશપ કૉટન ગર્લ્સ સ્કૂલ આવીને એક છોકરી સાથે માર-પીટ કરવા માટેનું કહ્યું હતું, કેમ કે રચનાને તેની સાથે અમુક સમસ્યા હતી.

Krishna Patel