વાયરલ

નવી વહુરાણી આલિયા ભટ્ટના ગીત પર આ છોકરીઓએ કર્યો એવો ડાન્સ કે જોઈને આલિયા પણ થઇ જશે તેની ફેન

આજના સમયમાં લોકો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. સોશિયલ મીડિયા પર રોજના અવનવા વીડિયો જોવા મળતા હોય છે. જેમાના અમુક ફની, અમુક પ્રેરણાત્મક તો અમુક હેરાન કરી દેનારા હોય છે. સોશિયલ મીડિયા પર ડાન્સિંગ વીડિયો પણ ખુબ વાયરલ થતા જોવા મળે છે.આજના યુવાઓ પોતાના ડાન્સિંગ હુનરથી ફેમસ થઇ રહ્યા છે. તેઓ પોતાના ડાન્સ વિડીયો સોશિયલ મીડીયા પર પોસ્ટ કરે છે જેથી તે લાખો લોકો સુધી પહોંચી શકે અને તેના હુનરને ઓળખે. આવો જ એક ડાન્સિંગ વીડિયો  હાલના સમયમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં બે છોકરીઓએ એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે જોત જોતામાં તે ખુબ વાયરલ થઇ ગયો.

આ વીડિયો mumbaidancers નામના ઇન્સ્ટા પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે છોકરીઓ નવી વહુરાણી આલિયા ભટ્ટના ડેબ્યુ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરના ગીત ‘રાધા તેરી ચુનરી’ પર સ્ટેપ્સ કરતી દેખાઈ રહી છે. વીડિયોને જોઈને દરેક લોકો તેના ડાન્સ પર ફિદા થઇ ગયા છે અને ખુબ પસંદ કરી રહ્યા છે. વીડિયોને જો આલિયા ભટ્ટ પણ જોઈ લેશે તો તે પણ તેના ડાન્સ હુનર પર ફિદા થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by mumbai dancers (@mumbaidancers)

છોકરીઓના ડાન્સ સ્ટેપ્સ એટલા લાજવાબ છે કે તેને ડાન્સ કરતા જોતા જ રહીએ. વીડિયોમાં અન્ય જોવા લાયક બાબત એ પણ છે કે વીડિયોમાં ડાન્સ કરતી વખતે છોકરીઓના ડ્રેસ પણ ચેન્જ થઇ રહ્યા છે જે એકદમ રોમાંચક લાગી રહ્યું છે. વીડિયો શેર કરીને યુઝરે આલિયા ભટ્ટ અને ધર્મા મુવીઝને પણ ટેગ કર્યા છે. માત્ર 45 સેકન્ડનો આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.વીડિયોને અત્યાર સુધીમાં બે લાખ વ્યૂઝ મળી ચુક્યા છે.વીડિયોમાં છોકરીઓની ડાન્સિંગ સ્કિલ્સ ખુબ ગજબની દેખાઈ રહી છે.વિડીયો પર લોકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે