સ્વતંત્રતા દિવસ ઉપર ગામડાની આ છોકરીઓએ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે જોઈને તમે પણ કહેશો…. ગજબનો ટેલેન્ટ ભર્યો છે, જુઓ વીડિયો

ગઈકાલે દેશભરમાં 15મી ઓગસ્ટનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ તહેવાર ઉપર આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાયેલો જોવા મળ્યો, સાથે જ ઇન્ટરનેટ ઉપર ઘણા બધા વીડિયો પણ વાયરલ થયા. જેને જોઈને કોઈનામાં પણ દેશભક્તિ જાગૃત થઇ જાય. ત્યારે હાલ ગામડાની કેટલીક છોકરીઓનો દેશભક્તિ ગીત ઉપર ધમાકેદાર ડાન્સ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં કેટલીક છોકરીઓ જોરદાર ડાન્સ કરતી જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે  ફિલ્મ ‘ફના’નું સુપરહિટ ગીત ‘દેશ રંગીલા’ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે અને તમામ યુવતીઓ આ ગીત પર સુમેળમાં ડાન્સ કરી રહી છે. આ છોકરીઓએ એટલો અદભૂત ડાન્સ કર્યો કે લોકો તેમના ડાન્સ પરથી નજર હટાવી શકતા નથી.

વીડિયોના અંતે એક છોકરો તેમની વચ્ચે તિરંગો લઈને ઊભો છે અને ભારતીય ધ્વજ લહેરાવવાનું શરૂ કરે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નથી.  આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, થોડા કલાકોમાં 21 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gully Girls (@gullygirls_official)

કેટલાક લોકોએ યુવતીઓના ડાન્સના વખાણ કર્યા તો કેટલાકે દિલના ઇમોજી પોસ્ટ કર્યા. લોકો કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. ગામડાની છોકરીઓમાં પણ આવી અદભુત પ્રતિભા જોઈને કોઈપણ દંગ રહી ગયું છે. ઘણા લોકોએ કોમેન્ટમાં તેમના ટેલેન્ટના ભરપૂર વખાણ પણ કર્યા છે.

Niraj Patel