વાયરલ

ગામડાની નાની નાની છોકરીઓ કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે વીડિયો જોઈને સેલેબ્રિટીઓ પણ બની ગયા તેમના દીવાના.. જુઓ તમે

છોટા પેકેટ બડા ધમાકા આનું નામ.. જુઓ નાની નાની છોકરીઓ કેવો ગજબનો ડાન્સ કર્યો, તમારું પણ દિલ જીતી લેશે.. કરોડો લોકોએ જોયો વીડિયો

ટેલેન્ટ કોઈ બંધનમાં બંધાતો નથી. ઘન ભાડા એવા લોકો છે જેમનામાં ટેલેન્ટ તો ભરપૂર પડેલો છે પરંતુ તેમના આ ટેલેન્ટને તક નથી મળતી, પરંતુ જયારે તેમને તક મળે છે ત્યારે તે પોતાના ટેલેન્ટનો ભરપૂર ઉપયોગ પણ કરતા હોય છે. ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં આવા લોકોના ટેલેન્ટ પણ જોવા મળતો હોય છે.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ગામડાની છોકરીઓ ગજબનો ડાન્સ કરી રહી છે. તેમના ડાન્સ વીડિયો ના ફક્ત સામાન્ય લોકોના પરંતુ સેલેબ્રિટીઓના પણ દિલ જીતી લીધા છે અને મોટી મોટી સેલેબ્રિટીઓ પણ તેમના આ ડાન્સ વીડિયો પર ભરપૂર કોમેન્ટ કરીને આ દીકરીઓના ટેલેન્ટના વખાણ કરી રહી છે.

વાયરલ  થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગામડાની નાની નાની છોકરીઓનું એક ગ્રુપ “પરદેશીયા”ના રિમિક્સ  ગીત પર ડાન્સ પર્ફોમન્સ આપી રહ્યું છે. તેમની પાછળ ઝુપડપટ્ટી પણ જોવા મળી રહી છે. પરંતુ આ છોકરીઓ એવા ઉત્સાહથી ડાન્સ કરી રહી છે કે કોઈના પણ દિલ જીતી લે. આ બાળકીઓના ડાન્સ સ્ટેપ પણ ખુબ જ શાનદાર છે.

 

View this post on Instagram

 

A post shared by uday singh (@uday_singh_dance_)

આ વીડિયોને ઉદય સીંગ ડાન્સ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં કરોડો લોકો જોઈ ચુક્યા છે અને 53 લાખ કરતા પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. ઘણા બધા લોકો આ વીડિયો પર પોતાના પ્રતિભાવ આપીને આ બાળકીઓના ટેલેન્ટ અને ડાન્સના વખાણ કરી રહ્યા છે.