દિલ્લી મેટ્રો નહિ હવે તો ટ્રેનનો સ્લીપર કોચ પણ બન્યો છોકરીઓની ડાંસ રીલનો અડ્ડો- જુઓ વીડિયો

શું એટલે સતત વધી રહ્યા છે ભાડા ? ટ્રેનમાં છોકરીઓનો બોલ્ડ ડાંસ જોઇ લોકોએ પૂછ્યા આવા સવાલ

કેટલાક લોકો થોડી ઘણી લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે એવું એવું કરે છે કે કહેવું જ શું. વાયરલ થવાના ચક્કરમાં તેઓ એટલા પાગલ થઈ ગયા છે કે કોઇ પણ જગ્યાએ બોલ્ડ ડાંસ રીલ બનાવી દે છે. અત્યાર સુધી ઘણા દિલ્હી મેટ્રોના વીડિયો સામે આવી ચૂક્યા છે, પણ હાલમાં હવે રેલ્વેના કોચમાં છોકરીઓનો બોલ્ડ ડાંસ લોકોને હેરાન કરી રહ્યો છે.

દિલ્હી મેટ્રો બાદ હવે ટ્રેનમાં પણ છોકરીઓનો બોલ્ડ ડાંસ 

ઈન્ડિયા ગેટથી લઈને ગેટવે ઓફ ઈન્ડિયા સુધી, તમે આ ‘રીલબાઝ’ને ડાન્સ અને વિચિત્ર એક્ટિંગ કરતા જોયા હશે. જો કે, આ દિવસોમાં ઇન્ટરનેટ પર કેટલીક છોકરીઓના વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે ટ્રેનના કોચમાં બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ અંગે કેટલાક યુઝર્સ પૂછી રહ્યા છે કે શું આ કારણે જ ટ્રેનના ભાડા ઝડપથી વધી રહ્યા છે ?

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

તો કેટલાકે સરકારને સલાહ આપી કે તેમના પર ટેક્સ લાદવો જોઈએ જેથી સરકારની આવક વધે. ટ્રેનમાં હિંમતભેર ડાન્સ કરતી છોકરીનો વીડિયો પોસ્ટ કરતી વખતે એક યુઝરે લખ્યુ- શું આ જ કારણ છે કે @RailMinIndia સતત ભાડામાં વધારો કરી રહ્યું છે ? @AshwiniVaishnaw જી, કૃપા કરીને કંઈક વિચાર કરો. બાળકો અને વૃદ્ધો બધા ટ્રેનમાં મુસાફરી કરે છે.

ટ્રેનમાં મુજરા ક્યારે બંધ થશે?

આવતીકાલે જો કોઈ અડચણ કરશે તો મહિલા આયોગ મોટો મુદ્દો બનાવશે. તે પહેલાં, કેટલાક નિયમો જારી કરો. જો કે, ઘણા યુઝર્સે તો એવું પણ પૂછ્યું કે આ અંગે કોઈ કાયદો નથી ? જ્યારે કેટલાકે લખ્યું કે ટ્રેનમાં મુજરા ક્યારે બંધ થશે? જ્યારે કેટલાક યુઝર્સ આનંદ માણી રહ્યા છે.

Shah Jina