અજબગજબ ખબર

શું તમે જાણવા માંગો છે કે, કેવા છોકરાઓ પર ફિદા થાય છે છોકરીઓ? તો જાણો

છોકરીઓને આવા મર્દો ખુબ ગમે છે…

કોઇ પણ સંબંધમાં મહિલા અને પુરૂષ બંને એકબીજાની તરફ આકર્ષિત હોવા જરૂરી છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, પુરૂષોને છોકરીઓની ખૂબસુરતી તેમની ડ્રેસિંગ સ્ટાઇલ સૌથી વધુ આકર્ષિત કરે છે. પરંતુ શું તમે કયારેય એ જાણવાની કોશિશ કરી કે છોકરીઓ છોકરાઓની કઇ વાતથી વધારે આકર્ષિત થાય છે ?

છોકરીઓને દીવાની બનાવવા માટે કોઇ ચમત્કારની જરૂર નથી. એવું પણ નથી કે છોકરીઓ સ્ટાઇલિશ અને સુંદર દેખાવવાળા છોકરાને જ પસંદ કરે છે. આ ઉપરાંત પણ ઘણી એવી વાતો છે જે તમને સ્માર્ટ અને હેન્ડસમ બનાવે છે.

Image source

આ જાણવાની ઇચ્છા ઘણીવાર યુવાનોને થાય છે કે, છોકરીઓને કેવા છોકરાઓ પસંદ આવે છે. છોકરીઓ કયા છોકરા તરફ આકર્ષિત થાય છે. એક અભ્યાસના આધારે જાણીએ કે, કઇ રીતે છોકરીઓ છોકરાઓ તરફ આકર્ષિત થાય છે.

ઇન્ટરનેેશનલ જર્નલ ઓફ કોસ્મેટિક સાયન્સમાં પ્રકાશિત એક આર્ટિકલ અનુસાર, ઘણીવાર એવું સાંભળવા મળે છે કે, છોકરીઓ ફ્લર્ટ કરવાવાળા છોકરાઓને પસંદ કરતી નથી, પરંતુ રિસર્ચથી એ વાત ખોટી સાબિત થઇ છે.

Image source

ચીન, ઇંગ્લેન્ડ, જર્મની અને અમેરિકામાં થયેલ રિસર્ચથી એ વાત સામે આવી છે કે, છોકરીઓ લાલ રંગ તરફ વધારે આકર્ષિત થાય છે. રિસર્ચ દરમિયાન કેટલાક છોકરાઓને લાલ રંગના કપડા અને કેટલાકને બીજા રંગના કપડા પહેરવા માટે આપવામાં આવ્યા હતા. જોવા મળ્યુ કે, છોકરીઓએ લાલ રંગના કપડા વાળા છોકરાઓને વધારે પસંદ કર્યા.

છોકરીઓને સાહસી છોકરાઓ વધુ પસંદ આવે છે. બધી જ છોકરીઓ ઇચ્છે છે કે તેમનો પાર્ટનર કોન્ફિડન્ટ અને સાહસી હોય. જરૂરત આવ્યા પર તે દુનિયાથી તેને પ્રોટેક્ટ કરી શકે.

Image source

સાઇકોલોજી અનુસાર, ઘણીવાર લોકો એ વસ્તુ તરફ વધુ આકર્ષિત થાય છે જે મળવું થોડું મુશ્કિલ હોય છે. એ પછી કોઇ વસ્તુ હોય કે વ્યક્તિ. એ જ કારણથી તમે થોડી દૂરી બનાવી રાખો. છોકરીઓને ભલે જ મેકઅપ અને તૈયાર થવું પસંદ હોય. પરંતુ એવું નથી હોતુ કે તે છોકરાઓમાં પણ એ જ વસ્તુ શોધે. છોકરીઓ છોકરામાં કેટલીક ખાસ વાત શોધે છે.

Image source

જો તમારી વાતો મજાની હશે તો કોઇ પણ તેને સાંભળવા ઇચ્છશે. ખાસ કરીને છોકરીઓ સાથે કોઇ સિરિયસ અને કંટાળાજનક વાત કરવાની જગ્યાએ દિલચસ્પ વાતો કરો. ઇન્ટરનેેશનલ જર્નલ ઓફ કોસ્મેટિક સાયન્સમાં પ્રકાશિત એક આર્ટિકલ અનુસાર, એક રિસર્ચ દરમિયાન કેટલાક છોકરાઓને સુગંધ વાળો પરફયુમ લગાવવામાં આવ્યો અને કેટલાક છોકરાઓને સુગંધ વગરનો લગાવવામાં આવ્યો. આ અભ્યાસ પરથી ખબર પડી કે, છોકરીઓને સુગંધવાળા પરફયુમ વાપરતા છોકરાઓ વધુ પસંદ આવ્યા.

Image source

છોકરીઓને મજાક મસ્તી કરનાર છોકરા પસંદ આવે છે. છોકરીઓ છોકરામાં વધારે મહત્વની વસ્તુ સ્વભાવ જોવે છે. જો કોઇ છોકરાનો સ્વભાવ સારો નથી તો તે એવું વિચારશે કે તે તેને લાયક નથી.