ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો ! સ્ટેડિયમમાં બધાની વચ્ચે બોયફ્રેન્ડને કિસ કરવા જઇ રહી હતી આ છોકરી, પછી બોયફ્રેન્ડને કર્યુ એવું કે વીડિયો જોઇ નહિ રોકી શકો પોતાની હસી

IPLનો રોમાન્ચ હાલ ખૂબ જામી રહ્યો છે. આ વર્ષે મેદાનમાં નવી બે ટીમો ઉતરી છે, જેમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સનો સમાવેશ થાય છે. આ વર્ષે ઉતરેલી 10 ટીમો મેદાન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી રહી છે. આ વર્ષે જ મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ક્રિકેટ રસિયાઓના દિલ જીતી રહી છે. ત્યારે IPL દરમિયાન ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે, જે બાદ તે વાયરલ થઇ જાય છે.

ઘણીવાર મેચ જોવા આવેલા દર્શકો કેમેરા સામે એવી હરકત કરી દે છે કે તેમનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા બિલકુલ વાર લાગતી નથી. IPL 2022ની 10મી મેચ દરમિયાન સ્ટેડિયમમાં કંઈક એવું બન્યું, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોની વચ્ચે એક કપલ કિસ કરતા કેમેરામાં કેદ થયું હતું. આ વીડિયો આઈપીએલ મેચ દરમિયાનનો નથી, પરંતુ કોઈ અન્ય મેચ દરમિયાનનો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો અને એક છોકરી મેચની મજા માણવા સ્ટેડિયમમાં ગયા હતા. તેમની હરકતો જોઈને લાગે છે કે બંને પ્રેમી પંખીડા છે. સ્ટેડિયમમાં મેચ જોતી વખતે બંનેને ખૂબ એન્જોય કરતા જોઈ શકાય છે. આ દરમિયાન, પ્રેમીને શું કરવું તે ખબર નથી, તે તેની ગર્લફ્રેન્ડ સાથે કંઇક વાત કરે છે અને આ પછી શું થાય છે તે વીડિયોમાં જોઈને તમે તમારી હસી રોકી શકશો નહીં.

આ વીડિયો એટલો ફની છે કે તેને એક જ સમયમાં હજારો વખત જોવામાં આવ્યો છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેચ દરમિયાન સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોય છે અને ઘણા બધા દર્શકો મેચની મજા માણી રહ્યા છે. અહીં એક ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ પણ મેચની મજા લેતા જોવા મળે છે.ત્યારે પ્રેમીને તેની પ્રેમિકા સાથે પ્રેન્ક કરવાનું મન થાય છે અને તે સ્ટેડિયમમાં ગર્લફ્રેન્ડ પાસે કિસની માંગણી કરી.

વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રેમિકા પ્રેમીને ના પાડી શકતી નથી અને તેની વાતમાં આવી જાય છે. આ પછી, જેમ તે તેના બોયફ્રેન્ડને કિસ કરવા આગળ વધે છે.ત્યાં જ પ્રેમી તેનું મોઢું ફેરવી લે છે. આ કારણે ગર્લફ્રેન્ડ બધાની સામે હાસ્યને પાત્ર બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

સૌથી મજાની વાત એ છે કે આ દરમિયાન કેમેરામેને સમગ્ર દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. હવે આ સીન ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટથી અપલોડ કરવામાં આવ્યો છે.

Shah Jina