સુરતમાં બીજો ગ્રીષ્મા કાંડ થતા થતા બચ્યો, પ્રેમીએ પ્રેમિકાને પોતાની માતા સામે જ ચાકુના ઘા ઝીંકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો

સુરતમાં લિવ ઈન પાર્ટનરે પોતાની પ્રેમિકાને રસ્તા વચ્ચે જ જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ,  માતાની સામે જ ગળા પર છરીના ઘા ઝીંકી દીધા…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Girlfriend Slapped By Lover In Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં કોઈની અંગત અદાવતમાં તો ક્યારેક પ્રેમ પ્રસંગોના કારણે પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. દોઢેક વર્ષ પહેલા સુરતમાંથી ગ્રીષ્મા હત્યાકાંડ પણ સામે આવ્યો હતો, જેમાં ફેનિલ નામના એક તરફી પ્રેમમાં પાગલ આશિકે માસુમ ગ્રીષ્માની જાહેરમાં જ ગળું કાપી અને હત્યા કરી નાખી હતી. ત્યારે હવે આવી જ વધુ એક ઘટના પણ સામે આવતા જ ચકચારી મચી ગઈ છે.

યુવતીની હાલત ગંભીર :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ખટોદરા વિસ્તારની અંદર પોતાની માતા સાથે જઈ રહેલી પ્રેમિકા પર ભરબજારે જ પ્રેમીએ છરીથી હુમલો કર્યો હતો અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. હાલ યુવતીની હાલત ગંભીર છે અને તે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. 21 વર્ષીય વિષ્ણુ વસાવા નામનો યુવક છેલ્લા 3 વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. યુવક અને યુવતી છેલ્લા દોઢ વર્ષથી એકબીજાની સાથે જ લિવ ઇનમાં પણ રહેતા હતા.

લિવ ઇનમાં રહેતા હતા યુવક અને યુવતી :

ત્યારે વિષ્ણુએ તેની પ્રેમિકાને વતન જવાની વાત કરી અને પ્રેમિકાએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. વિષ્ણુ તેની પ્રેમિકાને વતન લઇ જવા માટે મક્કમ હતો પરંતુ પ્રેમિકા દ્વારા વતન જવાની ના પાડવામાં આવતા બંને વચ્ચે અવાર નવર ઝઘડા થતા હતા, છેલ્લીવાર થયેલા ઝઘડામાં વિષ્ણુએ તો હદ પાર કરી દીધી હતી. જેથી કંટાળેલી પ્રેમિકા તેની માતાને વાત કરી અને ત્યારબાદ માતા સાથે જ તે પોલીસ સ્ટેશન  ફરિયાદ કરવા માટે જઈ રહી હતી.

રસ્તા વચ્ચે જ કર્યો જીવલેણ હુમલો :

આ દરમિયાન જ્યારે યુવતી અને તેની  માતા ખટોદરાના રાયકા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પ્રેમી વિષ્ણુએ પ્રેમિકાને બજાર વચ્ચે જ આંતરી લીધી અને ઝઘડો કર્યો. જેના બાદ છરી કાઢીને પ્રેમિકાના ગળાના ભાગે છરીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. હુમલો કર્યા બાદ આરોપી વિષ્ણુ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હાલ યુવતી સરવર હેઠળ છે અને પોલીસે આરોપી યુવકને ઝડપી જેલ ભેગો કરી દીધો છે. સાથે જ આ મામલે તપાસ હાથ ધરી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel