પાણીની ટાંકી પર બેઠી હતી પ્રેમિકા ત્યારે જ પ્રેમીએ આવીને મારી દીધો 15માં માળેથી ધક્કો, દિલ્હીની શ્રદ્ધા જેવી જ ઘટના આ શહેરમાં પણ જોવા મળી

ગર્લફ્રેન્ડ પર મગજ ગુમાવ્યો અને બોયફ્રેન્ડે 15માંથી માળેથી ધક્કો માર્યો, આગળ જે થયું એ વાંચીને રુવાડા ઉભા થઇ જશે

પ્રેમ એ વિશ્વાસનું એક બીજું નામ છે, પરંતુ આજના સમયમાં પ્રેમમાં વિશ્વાસ જોવા મળતો નથી અને એટલે જ ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે આપણા પણ રૂંવાડા ઉભા કરી દેતી હોય છે. હજુ દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હત્યાકાંડથી આખો દેશ હચમચી રહ્યો છે, ત્યારે વધુ એક ઘટનાએ લોકોના શ્વાસ અઘ્ધર કરી દીધા છે, જેમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને 15માં માળેથી ધક્કો મારી દીધો.

આ ઘટના સામે આવી છે માયાનગરી મુંબઈમાંથી. જ્યાં એક બીજેપી કાર્યકર્તા યુવકે તેની પ્રેમિકા સાથે માથાકૂટ થયા બાદ તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રેમીએ તેની પ્રેમિકા જયારે 15માં માળે પાણીની ટાંકી પર બેઠી હતી ત્યારે તેને ત્યાંથી ધક્કો મારી દીધો. જો કે સારું રહ્યું કે પ્રેમિકાનો જીવ બચી ગયો. પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઇ ગઈ છે.

હાલ આ મામલે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.આ ઘટનામાં પ્રેમિકાના કમરના હાડકામાં ફેક્ચર આવ્યું છે. આ ઘટના રવિવારના રોજ બની હતી. જયારે પ્રેમીએ તેની પ્રેમિકાને મળવા માટે તેના મિત્રના ઘરે બોલાવી હતી. ત્યારે બંને વચ્ચે કોઈ બાબતને લઈને બોલચાલ થઇ ગઈ અને યુવતી 15માં માળે આવેલી પાણીની 18 ફૂટ ઊંચી ટાંકી પર જઈને બેસી ગઈ. થોડીવાર બાદ પ્રેમી પણ ત્યાં આવ્યો અને માથાકૂટ કરવા લાગ્યો.

(પ્રતીકાત્મક તસ્વીર)

જેના બાદ ઝઘડો એટલો વધી ગયો કે યુવકને ગુસ્સો આવી ગયો અને તેણે એક જ ઝાટકે પ્રેમિકાને ધક્કો મારી દીધો. પરંતુ સારી વાત એ રહી કે યુવતી નીચે છત પર જ પડી, નહિ તો તે તેના જીવથી હાથ ધોઇ બેઠી હોત. જો કે, તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.  યુવક બીજેપી કાર્યકર્તા છે અને બોરીવલીમાં રહે છે. જયારે પ્રેમિકા પોતાના પરિવાર સાથે મલાડમાં રહે છે. પોલીસે આ મામલે હવે પ્રેમીની ધરપકડ કરી મિત્રોના નિવેદન પણ નોંધ્યા છે.

Niraj Patel