ખબર

અંકલેશ્વરના બિઝનેસમેનની છોકરી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા પહોંચી ગઈ બિહાર, ત્યાં જઈને જોયું તો હોશ ઉડી ગયા

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. લોકો પ્રેમમાં કંઈપણ કરી બેસે છે. આવા આંધળા પ્રેમમાં છેતરાવવાના ઘણા કિસ્સાઓ પણ આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ. આવું જ કંઈક બન્યું છે અંકલેશ્વરના હીરા કારોબારીની દીકરી સાથે. જે પોતાના પ્રેમીને મળવા માટે પટના પહોંચી પરંતુ ત્યાં જઈને જે થયું તે જાણીને તે તેના પણ માન્યામાં જ નહોતું આવતું.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અંકલેશ્વરમાં રહેવાવાળા હીરા કારોબારીની દીકરી તાન્યા સિંહ પટનાના કદમકુઆ સ્થિત લોહાનીપુરના રહેવાશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આકાશ સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતાથી બંધાઈ હતી.

Image Source

ધીમે ધીમે એ બંનેની મિત્રતા ગાઢ થવા લાગી, અને ધીમે ધીમે બંને ફોન ઉપર પણ વાત કરવા લાગ્યા. અને બંને વચ્ચે પ્રેમ પણ થઇ ગયો. પ્રેમનો પરવાનો એટલી હદ સુધી ચઢી ગયો કે તાન્યા તેને મળવા માટે પટના જવા માટે નીકળી ગઈ.

Image Source

મળતા પહેલા જ બંને પ્રેમમાં એકબીજાને સાથે જીવવા મરવાના વચન આપી બેઠા હતા. અને તેથી જ બંને પહેલી મુલાકાતમાં જ લગ્ન કરી લેશે તેવું પણ નક્કી કર્યું હતું.

Image Source

પરંતુ જયારે તાન્યા ફ્લાઇટ પકડી અને પટના પહોંચી ત્યારે તેને માન્યામાં જ ના આવ્યું કે આકાશ પગેથી અપંગ છે. આકાશ પોતાના બંને પગથી દિવ્યાંગ હતો.

Image Source

આ જોઈને થોડીવાર તો તાન્યાને પણ સમજ ના આવ્યું કે શું કરવું, પરંતુ આકાશ દિવ્યાંગ હોવા છતાં પણ તે તેની સાથે લગ્ન કરવા માટે રાજી થઇ ગઈ.

Image Source

આ તરફ તાન્યાના પિતાએ પોતાની દીકરી માટે શોધખોળ શરૂ કરી. અને પોલીસને જાણ કરી. તાન્યાએ તો પોતાનો ફોન બંધ કરી દીધી હતો, પરંતુ આકાશના નંબર દ્વારા પોલીસે આકાશનું લોકેશન શોધી લીધું.

Image Source

જે સમયે આકાશ અને તાન્યા લગ્નની ચોરીની અંદર લગ્નના ફેરા ફરવા માટે તૈયાર થઇ રહ્યા હતા એજ સમયે તાન્યાના પિતા પોલીસ સાથે ફિલ્મી અંદાજમાં ત્યાં આવી પહોંચ્યા અને લગ્નને અટકાવી દીધા.

Image Source

તાન્યાના પિતાએ અપહરણ સહિતના ગુન્હાઓની ફરિયાદ આકાશ વિરિદ્ધ નોંધાવી હતી. લગ્નના મંડપમાં પહોંચીને પોલીસે લગ્ન અટકાવી દીધા હતા. અને તાન્યાને તેના પિતા ગુજરાત લઈને આવી ગયા. તેમજ આકાશની ધરપકડ કરવામાં આવી હતી. તાન્યાના પિતાએ બિહાર સરકારને પણ મદદ માટે અપીલ કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.