નવા બોયફ્રેન્ડ સાથે મળી છોકરીએ જૂના પ્રેમીને ઉતારી દીધો મોતને ઘાટ, આ હતુ હત્યાનું કારણ
ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ચકચારી હત્યાના કિસ્સા સામે આવે છે. હત્યાના કારણોમાં ઘણીવાર અંગત અદાવત તો ઘણીવાર પ્રેમ સંબંધ તો ઘણીવાર કોઇ અન્ય હોય છે. ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો. આરોપ છે કે એક યુવતીએ તેના નવા બોયફ્રેન્ડ સાથે મળી તેના જૂના બોયફ્રેન્ડની હત્યા કરી નાખી. પોલીસે આ હત્યા કેસમાં મૃતકની પૂર્વ પ્રેમિકા, તેના બોયફ્રેન્ડ અને અન્ય એક યુવકની ધરપકડ કરી છે.
વારાણસીને અડીને આવેલા ચંદૌલીમાં હાઇવે પર દેવાંશ યાદવ નામના વ્યક્તિની લાશ મળી આવી હતી. પોલીસે આ હત્યાની તપાસ શરૂ કરી તો આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું બહાર આવ્યું. આ પછી વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનની પોલીસે હત્યાના આરોપમાં દેવાંશની પૂર્વ પ્રેમિકા અનુષ્કા તિવારી, તેના પ્રેમી રાહુલ સેઠ અને અન્ય એક સાથી સાદાબની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર દેવાંશ અને અનુષ્કા બાળપણથી સાથે ભણતા હતા અને કાનપુરની સરસ્વતી ઈન્ટર કોલેજમાં 12મા ધોરણ સુધી ભણ્યા હતા.
આ પછી બંને કેટલાક વર્ષો સુધી લિવ-ઈનમાં રહ્યા, પરંતુ પછી કોઈ મુદ્દે બંને વચ્ચે અણબનાવ થયો અને તેઓ અલગ થઈ ગયા. વારાણસીના કાશી ઝોનના ડીસીપીએ જણાવ્યું કે દેવાંશ અનુષ્કાને ખૂબ હેરાન કરતો હતો, અનુષ્કાએ તેના નવા બોયફ્રેન્ડ રાહુલ અને તેના સાથી સદાબે સાથે મળીને દેવાંશને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. રાહુલ અને અનુષ્કા વારાણસીમાં જ એકબીજાને મળ્યા હતા. મિટિંગના બહાને અનુષ્કાએ દેવાંશને વારાણસીમાં મળવા બોલાવ્યો અને પછી કારમાં બેસાડ્યો. સાદાબ કાર ચલાવતો હતો.
પહેલા અનુષ્કાએ દેવાંશને નશો ભેળવીને જ્યુસ પીવડાવ્યો અને જ્યારે તે બેભાન થઈ ગયો ત્યારે રાહુલે તેની નિર્દયતાથી હત્યા કરી દીધી. દેવાંશને મારવા માટે કારમાં રાખેલા સ્ક્રુડ્રાઈવરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે હત્યામાં વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ કેસનો ઉકેલ લાવનાર પોલીસ ટીમને 25,000 રૂપિયાનું રોકડ ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.