શ્રદ્ધાના હત્યારા આફતાબનું રૂવાંડા ઉભા કરી દેનારું કામ, ફ્રિજમાં મુકેલા શ્રદ્ધાના કાપેલા ચહેરાને રોજ જોતો હતો, જે રૂમમાં ટુકડા રાખ્યા હતા ત્યાં જ…

શ્રદ્ધાની લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા બાદ પણ હત્યારો આફતાબ કરતો હતો ફ્રિજ ખોલીને આ કામ, જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

દિલ્હીમાં થયેલી શ્રદ્ધાની હત્યાનો મામલો આજે આખા દેશમાં ચકચારી મચાવી રહ્યો છે. શ્રદ્ધાનો હત્યારો તો હાલ પોલીસની ધરપકડમાં આવી ગયો છે પરંતુ આ મામલામાં એક પછી એક આવી રહેલા ચોંકાવનારા ખુલાસાઓએ લોકોની ઊંઘ પણ હરામ કરી દીધી છે. પહેલા શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી અને પછી લાશના 35 ટુકડાઓ કરીને એક એક ટુકડો કરી જંગલમાં નાખી દેવાની હકીકત હકમહાવી દેનારી છે.

ત્યારે આ મામલામાં હવે એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે, મીડિયા રિપોર્ટ અનુસાર હત્યારા આફતાબે જે રૂમની અંદર શ્રદ્ધાની લાશના ટુકડા ફ્રિજમાં રાખ્યા હતા. એજ રૂમની અંદર આફતાબ સતત 18 દિવસ સુધી સુઈ રહ્યો હતો. એટલું જ નહિ, હત્યારો આફતાબ શ્રદ્ધાના ચહેરા ને પણ ફ્રિજ ખોલીને વારંવાર જોતો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ત્યારે હવે આ મામલામાં એક ડોક્ટરનું પણ નિવેદન સામે આવ્યું છે. આફતાબને લઈને ડોક્ટર અનિલ કુમારે દાવો કર્યો હતો કે મે મહિનામાં આફતાબ સવારે તેમના ક્લિનિક પર આવ્યો હતો. ત્યારે તેનો હાથ કપાઈ ગયો હતો અને લોહી પણ નીકળી રહ્યું હતું. તે ખુબ જ આક્રમક અને બેચેન લાગી રહ્યો હતો. ત્યારે મેં તેના હાથ પર ટાંકા લીધા હતા અને મેં આ વાગવા વિશે તેને પૂછ્યું ત્યારે તેને ફળ કાપતી વખતે આવું થયું હોવાનું જણાવ્યું હતું.

ડોક્ટર અનિલ કુમારે એમ પણ જણાવ્યું કે બે દિવસ પહેલા પોલીસ તેને મારી પાસે લઈને આવી હતી. પોલીસે મને તેની સારવાર વિશે પૂછ્યું હતું,. ત્યારે મેં તેની ઓળખ કરી અને કહ્યું કે જયારે તે સારવાર માટે આવ્યો હતો ત્યારે તે એકદમ આત્મવિશ્વાસથી ભરેલો હતો, મારી આંખોમાં આંખો નાખીને અંગ્રેજીમાં વાત કરતો હતો. તેણે મને જણાવ્યું હતું કે આઇટી સેક્ટરમાં સારા અવસર હોવાના કારણે તે મુંબઈથી દિલ્હી આવ્યો છે.

Niraj Patel