પ્રેમીએ પ્રેમિકાના મોબાઈલ નંબરને કર્યો બ્લોક તો, પ્રેમિકા પહોંચી ગઈ પ્રેમીના ઘરના ધાબા ઉપર, અને પછી જે કર્યું તે……

પ્રેમની અંદર ઘણા લોકોને આપણે પાગલ થતા જોયા છે, હાલ એવો જ એક કિસ્સો પૂર્વી દિલ્હીમાંથી સામે આવી રહ્યો છે. જ્યાંની ગીતા કોલોનીની અંદર પ્રેમી દ્વારા મોબાઈલ નંબર બ્લોક કરવા ઉપર નારાજ થેયલી પ્રેમિકાએ આત્મહત્યા કરવા માટે તેના પ્રેમીના જ ધાબા ઉપર ચઢી ગઈ હતી. લગભગ 50 મિનિટ સુધી આ નાટક ચાલતું રહ્યું.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને ફાયર બ્રિગેડની 2 ગાડીઓ પણ ત્યાં આવી પહોંચી. ઘણી જ મહેનત બાદ યુવતીને નીચે ઉતારવામાં આવી. ત્યારે ખબર પડી કે તે યુવતીએ કોઈ ધારદાર વસ્તુથી પોતાનો હાથ પણ કાપી લીધો છે.

ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી. આ મામલાની અંદર પોલીસ યુવતી સાથે પુછપરછ કરીને તપાસમાં લાગી છે. યુવતીનો મોબાઈલ નંબર તેના પ્રેમીએ બ્લોક કરી દીધો હતો. જેનાથી નારાજ થઈને યુવતીએ આ પગલું ભર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર યુવતી તે યુવક સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ બંને અલગ અલગ ધર્મના હોવાના કારણે યુવકના પરિવારજનો લગ્ન માટે તૈયાર નહોતા જેના કારણે યુવક તે યુવતીથી દૂર રહેવા લાગ્યો હતો. અને તેનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. જેના બાદ યુવતીએ આ પગલું ભર્યું હતું.

Niraj Patel