ગર્લફ્રેન્ડ બની ગુંડી: બોયફ્રેન્ડ બ્રેકઅપ નહોતો કરતો,અપહરણ કરી ઢોર માર માર્યો, જુઓ PHOTOS
કેરળના એર્નાકુલમથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ તેના પ્રેમીનું અપહરણ કર્યું હતું અને પછી તેના પર હુમલો કરવામાં આવ્યો. એટલું જ નહિ તેણે પ્રેમીનો નિર્વસ્ત્ર વીડિયો બનાવ્યો અને પછી તેને કપડાં વગર રસ્તા પર છોડી દીધો. આ ઉપરાંત તેણે એવી ધમકી પણ આપી કે જો આ અંગે કોઈને કહેશે તો વીડિયો વાયરલ કરી દેશે. ત્યારે આ મામલે પીડિતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવતિની ધરપકડ કરી છે અને આ સાથે તેને મદદ કરનાર અન્ય સાત લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
એર્નાકુલમના વરકાલામાં રહેતી 19 વર્ષની લક્ષ્મીપ્રિયાને શિવરામ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન લક્ષ્મીપ્રિયા એર્નાકુલમના કોઈ બીજા યુવકને મળી અને તે બંને વચ્ચે અફેર શરૂ થયું. જ્યારે શિવરામને આ વાતની ખબર પડી તો તેણે તેની પ્રેમિકા લક્ષ્મીપ્રિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો. પણ તેણે શિવરામની વાત સાંભળવાની ના પાડી અને તેને તેનાથી દૂર રહેવા કહ્યું. લક્ષ્મીપ્રિયાએ તેને કહ્યું પછી પણ શિવરામ પીછેહઠ કરવા તૈયાર નહોતો.
તેથી તેણે આખી વાત તેના બીજા પ્રેમીને કહી અને પછી બંનેએ શિવરામને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો. પ્રેમીએ સોપારી આપીને કેટલાક લોકોને કામે રાખ્યા અને પછી લક્ષ્મીપ્રિયાએ શિવરામને વોટ્સએપ મેસેજ મોકલ્યો. શિવરામ લક્ષ્મીપ્રિયાની વાતમાં આવ્યા બાદ પ્રેમિકા તેના નવા બોયફ્રેન્ડ સહિત 6 લોકો સાથે શિવરામના ઘરે પહોંચી અને પછી તેને બોલાવીને કારમાં બેસાડ્યો. જે બાદ તેનું અપહરણ કર્યુ અને પછી લક્ષ્મીપ્રિયાએ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને જબરદસ્તી શિવરામને દારૂ પીવડાવ્યો અને ગાંજો પણ પીવડાવ્યો.
જે બાદ તેને માર મારી નિર્વસ્ત્ર કરી તેનો વીડિયો પણ બનાવ્યો. તે પછી તેને નગ્ન અવસ્થામાં રસ્તા પર છોડી દેવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી કે જો આ વાત તે કોઇને કહેશે તો તેનો વીડિયો વાયરલ થઈ કરી દેશે. જો કે, શિવરામે તેની સાથે બનેલી ઘટના અંગે પોલીસને જાણ કરી અને તે બાદ પોલિસે કાર્યવાહી કરીને લક્ષ્મીપ્રિયા અને તેના પ્રેમી તેમજ અન્ય 6 લોકોની ધરપકડ કરી.