Girl Working At A Spa Shot Dead :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બનાવો સામે આવ્યા છે, ઘણા લોકો ધોળા દિવસે પણ કોઈની હત્યા કરતા અચકાતા નથી, ત્યારે હાલ એવો જ એક હત્યાનો બનાવ કલોલ તાલુકાના રાંચરડા ગામેથી સામે આવ્યો છે. જ્યાં ગતરોજ બોપરના સમયે બોપલ સ્પામાં નોકરી કરતી એક યુવતીને તેની સાથે જ રહેતા તેના લિવ ઈન પાર્ટનરે ગોળી મારીને હત્યા કરી દીધી, ઘટનાને લઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
હત્યા કાર્ય બાદ આરોપી પણ ફરાર થઇ ગયો હતો. ઘણા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પણ અલગ અલગ ટિમો બનાવીને આરોપીની શોધખોળ ચાલુ કરી છે. આ મામલે મળી રહેલી વધુ માહિતી અનુસાર કલોલ તાલુકાના રાંચરડા ગામે રહેતા અને ગામમાં જ આવેલ ડેરીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય ગોવિંદભાઇ ચતુરભાઈ પટેલ બોપલ સ્પામાં નોકરી કરતી રમીલા નામની મહિલા સાથે લિવ ઈનમાં રહેતો હતો અને ગામમાં પણ વારંવાર આવતો હતો.
ગતરોજ પણ બંને બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની વચ્ચે કોઈ વાતને લઈને માથાકૂટ થઇ ગતિ. બોલચાલ એટલી ઉગ્ર બની ગઈ કે ગોવિંદ પટેલે પોતાની પાસે રહેલી પિસ્તોલ બહાર કાઢી હતી, જેથી રમીલા ડરી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી અને એક દુકાનમાં ઘુસી જવા ગઈ, પરંતુ એ પહેલા જ ગોવિંદે તેના પર ફાયરિંગ કરતા રમીલાના માથામાં ભાગમાં ગોળી વાગતા જ તે ત્યાં ઢળી પડી હતી, અને આરોપી ગોવિંદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
રમીલાને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. આરોપી ગોવિંદ હત્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો, જેને પોલીસ હાલ શોધી રહી છે, સાથે જ આરોપીના મહિલા સાથે શું સંબંધો હતો અને કઈ વાતને લઈને માથાકૂટ થઇ તેમજ તેની પાસે પિસ્તોલ ક્યાંથી આવી તે પણ એક રહસ્ય બની ગયું છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.