1 ફૂલ 2 માલી: લફડેબાજ જયાએ નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની કરી હત્યા, મગજ ચકરાવી નાખે એવો કિસ્સો વાંચો આજે….

ગુજરાતમાંથી હત્યાના ઘણા મામલા સામે આવે છે, જેમાં કોઇની હત્યા પ્રેમ સંબંધ તો કોઇની અવૈદ્ય સંબંધ તો કોઇની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે જેતપુર તાલુકામાં રાયપુર કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો અને આ પાછળનો આખો ચોંકાવનારો કિસ્સો હવે પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાએ તેના નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. તે બાદ સ્થાનિક પોલીસે પ્રેમિકા અને તેના નવા પ્રેમીની ધરપકડ કરી અને બંનેને જેલના સળિયા પાછળ ધકેલ્યા.

મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો 

પ્રાપ્ત માહિતી પ્રમાણે, દુમાલીના 27 વર્ષના નિલેશભાઈનો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. આ ઘટના બાદ મૃતકના ભાઇએ 26 એપ્રિલે જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તે બાદ આ કેસની તપાસમાં મોટા ખુલાસા થયા. નિલેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા તેનું મોત ગળું દબાવીને થયું હોવાનું સામે આવ્યું અને તે બાદ મૃતકના ભાઈએ અપ્પુ સોની અને જયા રાઠવાની ધમકી આપી હોવાની વાત જણાવી.

દારૂના નશામાં કર્યો કાંડ

તે દિશામાં તપાસ હાથ ધરાતા પોલીસે બંને આરોપીઓને પકડી પાડયા અને જેલ હવાલે કર્યા. જયાએ અપ્પુ સોનીને ઉમરવા તારાપુર ગામની સીમમાં મળવા બોલાવ્યો અને બિયર પીને બંને પ્રેમીઓ નશામાં ચકનાચૂર થઇ ગયા. ત્યારે જૂના પ્રેમી નિલેશ સાથે બોલાચાલી થયા બાદ દારૂના નશામાં જયાએ નિલેશને ત્યાં બોલાવ્યો અને પછી અપ્પુ મંદિરમાં સંતાઇ ગયો.

ગળું દબાવીને કરી હત્યા 

નિલેશ અને જયાએ બિયર પીધી અને આ દરમિયાન જયાએ નિલેશને કહ્યુ હતુ કે, તું મારી સાથે લગ્ન કરવાનો હતો હવે શું થયું ? જે બાદ નિલેશ પણ દારૂના નશામાં હતો જેથી તે બેફામ બોલવા લાગ્યો હતો. આ સાંભળતા જ જયાએ અપ્પુને ત્યાં બોલાવ્યો હતો અને ગુસ્સામાં બંનેએ નિલેશનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ બંને મૃતદેહ કારમાં લઇ કેનાલમાં નાખવાનો ગયા હતા પણ આખો મૃતદેહ કેનાલમાં ન ગયો અને આવી રીતે બંનેનો ભાંડો ફૂટી ગયો.

જેતપુરપાવીમાં શ્રેયસ ઉર્ફે અપ્પુ સોનીની જવેલર્સની દુકાન છે. 2021થી જયા રાઠવા તેની દુકાને કામ કરતી હતી અને આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ અને પછી પ્રેમ સંબંધો બંધાયા. તે બંનેનો સંબંધ બે વર્ષથી ચાલતો હતો. જયા નિલેશને પણ પ્રેમ કરતી હતી પણ નિલેશ પરિણીત હતો અને તેને ચાર મહિનાનું સંતાન પણ છે. નિલેશ જયાને લગ્ન માટે વાયદા કરતો હતો.

Shah Jina