24 વર્ષની આ છોકરીને આવે ચેહ દાઢી અને મૂંછ, કહે છે હું આનાથી ખુશ છું, વીડિયોમાં જણાવી પોતાની કહાની, જુઓ

આજે બિયર્ડનો જમાનો છે અને ઘણા પુરુષો આજે પોતાની દાઢી વધારતા હોય છે, જેને જોઈને છોકરીઓ પણ તેમાં ઉપર ઈમ્પ્રેસ થઇ જતી હોય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે ક્યારેય કોઈ છોકરી દાઢી મૂંછ રાખીને ફરતી હોય ? ત્યારે હાલ ઇન્ટરનેટ ઉપર એક એવી જ 24 વર્ષની યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને દાઢી મૂંછ છે અને લોકો પણ તેને છોકરો સમજે છે, પરંતુ જયારે તેમને ખબર પડે છે કે તે છોકરી છે ત્યારે તે પણ ચોંકી જાય છે.

રસપ્રદ વાત એ છે કે છોકરી પોતે દાઢી અને મૂછ રાખવાનું પસંદ કરે છે. તેણે આ વાતનો ખુલાસો સૈયદ બાસિત અલીની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તમને જણાવી દઈએ કે કેટલીક છોકરીઓને હોર્મોનલ ડિસઓર્ડરના કારણે દાઢી અને મૂછ હોય છે. આ 24 વર્ષની યુવતીનું નામ ઈરાજ છે. તે કરાચી, પાકિસ્તાનની રહેવાસી છે.

ઈરાજે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. લગભગ 4 વર્ષ પહેલા તેના ચહેરા પર હળવા વાળ આવવા લાગ્યા હતા. પણ જ્યારે તેણે સેવિંગ કર્યું, ત્યારે વાળ વધુ વધવા લાગ્યા અને ધીમે ધીમે તેને જાડી દાઢી અને મૂછ આવી ગઈ. દાઢી અને મૂછ આવવાથી કેવું લાગે છે? આ સવાલના જવાબમાં ઈરાજ કહે છે કે હું આમાં સુરક્ષિત અનુભવું છું.

ત્યારે તેના ચહેરા ઉપર આવેલા દાઢી મૂંછ જોઈને લોકોની પ્રતિક્રિયા વિશે તે કહે છે કે પહેલા તો લોકો તેને ઓળખતા નથી કારણ કે બાળપણથી તે મોટાભાગે પેન્ટ-શર્ટ પહેરે છે. પણ જો લોકોને પછીથી ખબર પડે છે કે હું છોકરો નહિ પરંતુ છોકરી છું ત્યારે તેઓને નવાઈ લાગે છે.  ઇરાજના કહેવા પ્રમાણે તેને છોકરાના ગેટઅપમાં આવવું ગમે છે. તેના માતા-પિતા પણ તેને પૂરો સાથ આપે છે. ઇરાજ કહે છે કે તે ક્યારેય લગ્ન નહીં કરે. આ માટે તેના માતા-પિતા પણ સંમત થયા છે.

ઇરાજ કહે છે કે તેણે ડૉક્ટરને બતાવ્યું હતું, દવા પણ લીધી હતી. જેના કારણે દાઢી અને મૂછ વધવાની ગતિ બંધ થઈ ગઈ. જો કે, તેની પાસે હજી પણ થોડી દાઢી અને મૂછ છે. તે હસીને કહે છે કે જેને વિશ્વાસ નથી આવતો તેઓ મારી દાઢી અને મૂછ ખેંચીને તપાસ કરી શકે છે કે તે અસલી છે કે નકલી.

Niraj Patel