માસુમ દીકરી શ્રદ્ધાને માર્યા પછી આફતાબે એક યુવતીને બોલાવી હતી ઘરે, એ મોટી હસ્તી નીકળી, જાણો કોણ હતું

શ્રદ્ધાની બેરહેમીથી હત્યા કરીને તેની લાશના 35 ટુકડા કરી દેનારો આરોપી હાલ પોલીસની પકડમાં છે તે છતાં પણ પોલીસ માટે આ કેસ સતત ઉલઝાઈ રહ્યો છે. આ મામલામાં પોલીસે આરોપીનો પોલિગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો અને તે દરમિયાન પણ ઘણા ચોંકાવનારા ખુલાસો સામે આવ્યા હતા. ત્યારે આ કેસમાં એ પણ સામે આવ્યું હતું કે આરોપી બમ્બલ નામની એક ડેટિંગ એપ યુસ કરતો અને તેના પરથી જ તે શ્રદ્ધાને મળ્યો હતો.

આ મામલામાં એ પણ સામે આવ્યું થયુ કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશના ટુકડા ફ્રિજમાં રાખીને તે આ બમ્બલ એપ પરથી જ એક યુવતીને તેના ઘરે ડેટિંગ માટે લઈને આવ્યો હતો. આ યુવતી કોણ હતી અને ક્યાંની હતી તેના વિશેની કોઈ જાણકારી અત્યાર સુધી સામે નહોતી આવી. પરંતુ તેના પોલિગ્રાફી ટેસ્ટ દરમિયાન હવે એવો પણ ખુલાસો થઇ ગયો છે કે બમ્બલ એપ દ્વારા તેના ફ્લેટ પર આવેલી તે યુવતી કોણ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે જે યુવતી બમ્બલ એપ દ્વારા આરોપીના ઘરે આવી હતી તે વ્યવસાયે ડોક્ટર છે.  તે સાયકોલોજિસ્ટ એટલે કે માનસિક રોગોની સારવાર કરતી ડોક્ટર હોવાનો ખુલાસો પણ થયો છે. જયારે આ યુવતી આફતાબના ફ્લેટ પર આવી ત્યારે લાશના ટુકડા ફ્રીજમાં હતા અને આરોપી તેની સાથે રંગરેલીઓ મનાવી રહ્યો હતો. યુવતીને તો એ વાતની જાણ પણ ના થઇ કે આ વ્યક્તિએ તેની પ્રેમિકાની હત્યા કરી છે અને લાશ પણ ઘરમાં જ છે. આરોપી આફતાબની આ એપ પર ઘણી મહિલા મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઉપરાંત પણ પોલિગ્રાફી ટેસ્ટ દરમિયાન ઘણા બધા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં હત્યારા આફતાબે દૃશ્યમ ફિલ્મ જોઈને આ આખી ઘટનાથી બચવાનો પ્લાન બનાવ્યો હતો અને તે ફિલ્મના બીજા ભાગની પણ રાહ જોઈ રહ્યો હતો. પરંતુ એ પહેલા જ તેનો ભાંડો ફૂટી ગયો અને તે પોલીસના હાથમાં આવી ગયો. છતાં પણ પોલીસને હજુ પણ આરોપી ગોળ ગોળ ફેરવી રહ્યો છે. પોલીસ દ્વારા હિન્દીમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબ પણ તે અંગ્રેજીમાં આપી રહ્યો છે.

Niraj Patel