આ કારણના લીધે 13 વર્ષની બાળકી બની ગઈ માતા, હવે ઇન્સ્ટાગ્રામે બદલી નાખ્યું તેનું જીવન, જુઓ તસવીરો

ગયા વર્ષે રૂસમાં રહેવા વાળી એક 13 વર્ષની છોકરી દાર્યા સુદનીશ્નીકોવા ખુબ જ વિવાદોમાં રહી હતી.  કારણ કે છોકરી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેને 10 વર્ષના એક છોકરાએ ગર્ભવતી બનાવી છે. જો કે વિશષજ્ઞો દ્વારા છોકરાની ઉંમર જોતા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતી દ્વારા હકીકત જણાવવામાં આવી હતી.

દાર્યા દ્વારા હકીકત જણાવતા કહેવામાં આવ્યું હતું કે તેનો 10 વર્ષના છોકરા સાથે કોઈ સંબંધ નહોતો. પરંતુ તે કોઈ બીજા વ્યક્તિના કારણે પ્રગ્નેટ બની હતી. છોકરીએ જણાવ્યું હતું કે તે એ વાત સાથે સહજ નહોતી થઇ શકતી કે તેનો કોઈ બળાત્કાર કર્યો છે, જેના કારણે તે ખોટું બોલી હતી.

આ ખબર બાદ દાર્યા ઓનલાઇન ખુબ જ ચર્ચામાં આવી ગઈ હતી. હવે તે 14 વર્ષની થઇ ચુકી છે અને હાલ તેના ઇન્સ્ટાગ્રામ અને ટિક્ટોક જેવા પ્લેટફોર્મ ઉપર લાખો ફોલોઅર્સ છે.

દાર્યાનું કહેવું છે કે તે એક મહિનામાં 5 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 5 લાખ રૂપિયા કમાઈ લે છે. દાર્યાએ એ પણ જણાવ્યું કે તેના પેરેન્ટ્સની કમાણી ભેગી કરીને પણ તે દાર્યા જેટલી કમાણી નથી કરી રહ્યા.

ધ મિરરના રિપોર્ટ પ્રમાણે દાર્યા ટ્રેન્ડ થયા બાદ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ લોકપ્રિય બની ગઈ હતી.  આ ઉપરાંત તે લાઈવ શોમાં પણ હાજરી આપી ચુકી છે. તે પ્રખ્યાત બ્રાન્ડ અને સ્પોન્સર્સ સાથે પણ કામ કરવાને લઈને તૈયાર છે.

રિપોર્ટ પ્રમાણે દાર્યાએ પ્રેગ્નેન્ટ થયા બાદ સ્કૂલમાંથી એક મહિનાની બ્રેક લીધી હતી. જોકે સ્કૂલ પરત ફર્યા બાદ આ છોકરીએ પોતાની ટીચર્સ ઉપર પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેના ટીચર્સ હવે તેને સતત ઓછા ગ્રેડ આપી રહ્યા છે. કારણ કે તે દાર્યાના સોશિયલ મીડિયા કેરિયર અને પ્રેગ્નેન્સીને લઈને તેનાથી નારાજ છે.

Niraj Patel