ક્યારેક બોર્ડની પરીક્ષામાં સુઈ ગઈ તો ક્યારેક જોબ ઇન્ટરવ્યૂમાં, હવે સુઈ જઈને જ બનાવ્યો અનોખો રેકોર્ડ, મળ્યા અધધધ લાખ રૂપિયા, જાણો કેવી રીતે

સુવાનું કોને ના ગમે ? તમે ઘણા એવા લોકોને જોયા હશે જેમને દરેક પરિસ્થિતિમાં ઊંઘ આવી જાય. તે ક્યાંય સામાન્ય રીતે બેઠા હોય અને આંખ બંધ કરે તો પણ સીધા જ સુઈ જતા હોય છે. ત્યારે હાલ એવી જ એક છોકરી ચર્ચામાં આવી છે, જેના પણ ઊંઘવું ખુબ જ પસંદ હતું અને તે ગમે ત્યાં સુઈ જતી હતી. ત્યારે ઘણા લોકો માટે આ બાબતને સારી નથી માનતા, પરંતુ આ બાબત આ છોકરી માટે આશીર્વાદ રૂપ બની અને તેને સુવા માટે જ લાખો રૂપિયાનું ઇનામ પણ મળ્યું.

પશ્ચિમ બંગાળના હુગલીમાં રહેતી એક યુવતીએ શ્રેષ્ઠ સ્લીપરનો ખિતાબ જીત્યો છે અને તેને ઈનામ તરીકે 6 લાખ રૂપિયા મળ્યા છે. 4.5 લાખ સ્પર્ધકોને હરાવી શ્રીરામપુર, હુગલીની ત્રિપર્ણાએ સર્વશ્રેષ્ઠ સ્લીપિંગ પર્સનનો ખિતાબ જીત્યો છે. આ ટાઈટલ જીતવા અંગે ત્રિપર્ણાએ કહ્યું કે જ્યારે તેને ઓનલાઈન વેબસાઈટ દ્વારા ખબર પડી કે આ પ્રકારની સ્પર્ધા ઓલ ઈન્ડિયા લેવલ પર યોજાઈ રહી છે ત્યારે તેણે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી કરી.

આ સ્પર્ધામાં કુલ 4.5 લાખ અરજીઓ આવી હતી જેમાં 15 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી અંતિમ કક્ષાએ સ્પર્ધાના વિજેતા બનવા માટે 4 લોકોની પસંદગી કરવામાં આવ્યા હતા. ફાઈનલ મેચમાં તેણે ચારેયને હરાવી સર્વશ્રેષ્ઠ સ્લીપિંગ પર્સનનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત આ સ્પર્ધા માટે દરેક સ્પર્ધકને ગાદલું અને સ્લીપ ટ્રેકર આપવામાં આવ્યું હતું. તે બધાને સૌથી વધુ ઊંઘમાં ઊંઘવાની ક્ષમતા બતાવવા માટે કહેવામાં આવ્યું હતું.

ત્રિપર્ણાએ સતત 100 દિવસ સુધી 9 કલાક ઊંઘીને એક રેકોર્ડ બનાવ્યો, ત્યારબાદ તેણે આ સ્પર્ધા જીતી લીધી. આ સ્પર્ધા જીતવા બદલ તેને 6 લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે. તેને 1 લાખ રૂપિયાના 6 ચેક આપવામાં આવ્યા છે. ત્રિપર્ણા ચક્રવર્તીએ જણાવ્યું કે બાળપણથી જ તેને ઊંઘવાનો ખૂબ શોખ હતો અને જ્યારે પણ તેને ઊંઘ આવે છે ત્યારે તે કોઈપણ સંકોચ વગર અંગડાઇ લેવાનું શરૂ કરી દે છે.

બોર્ડની પરીક્ષાથી લઈને ઈન્ટરવ્યુ સુધી, ઘણી વખત પરીક્ષા દરમિયાન પણ તે ઊંઘી જતી હતી. હાલમાં ત્રિપર્ણા અમેરિકામાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે અને ઘરેથી કામ કરે છે. આ માટે તેમને રાત્રે ઊંઘમાંથી જાગવું પડે છે.  આખો દિવસ સૂઈને કરી લે છે. તેણીની પસંદગી મુજબ આ સ્પર્ધાનું ટાઇટલ જીતીને તે ખૂબ જ ખુશ હતી અને તે પોતાની જાત પર ગર્વ અનુભવે છે. ત્રિપર્ણાને જે ઈનામ મળ્યું છે તેનાથી તે પોતાની પસંદગીની અને જરૂરિયાતની વસ્તુઓ ખરીદશે.

Niraj Patel