માથાભારે આશિકનો ચાકુથી હુમલો, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તાબડતોડ ચાકુથી કર્યા વાર

થપ્પડનો બદલો ચાકુ…વાત કરવાની ના પાડી તો બની ગયો હેવાન, દિલ્લીના માથાભારે આશિકની કહાની

ગુજરાતમાંથી અવાર નવાર હત્યા અને હત્યાના પ્રયાસના અનેક કિસ્સા સામે આવે છે. આમાં ઘણીવાર પ્રેમ સંબંધ અથવા તો એકતરફી પ્રેમ પણ કારણ હોય છે. ત્યારે હાલમાં રાજધાની દિલ્લીમાંથી એક ખૌફનાક વારદાત સામે આવી. જ્યાં એક છોકરીને ચાકુથી ગંભીર રૂપે ઘાયલ કરવામાં આવી. છોકરી હોસ્પિટલમાં જિંદગી અને મોતથી જંગ લડી રહી છે.

આ મામલે પોલિસે આરોપીની ધરપકડ કરી લીધી છે. એવું કહેવામા આવી રહ્યુ છે કે છોકરી અને છોકરો બંને છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા. આરોપી છોકરી પર લગ્નનું દબાણ બનાવી હ્યો હતો. જાણકારી અનુસાર, 22 વર્ષિય ચંદ્રિકા મલિક કેબમાં બેસી ઇન્ટરવ્યુ આપવા જઇ રહી હતી.

આ સમયે જ આરોપી આવ્યો અને જબરદસ્તી કેબમાં બેસી ગયો. થોડી દૂર ગયા બાદ આરોપીએ ચાકુ નીકાળ્યુ અને તાબડતોડ છોકરી પર વાર કરવાનું શરૂ કરી દીધુ. આ ઘટનાને જોઇ કેબ ડ્રાઇવર ડરી ગયો અને કેબ છોડી ભાગી ગયો.

આરોપીએ છોકરીના ચહેરા અને પીઠ પર ઘણા વાર કર્યા અને તેને લોહીલુહાણ કરી દીધી. તે પછી આરોપી છોકરાએ કેબથી નીકળી ભાગવાની કોશિશ કરી પણ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો અને પોલિસના હવાલે કર્યો.

ઘાયલ ચંદ્રિકાને એમ્સના ટોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે, તેની હાલત નાજુક છે. આરોપીની ઓળખ 27 વર્ષિય ગૌરવ પાલ તરીકે થઇ છે. તે ગાઝિયાબાદનો રહેવાસી છે અને ગુરુગ્રામમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. આ ઘટના પર છોકરીની માંએ કહ્યુ કે આરોપી યુવક તેમની દીકરીને ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. પહેલા બંને એક કંપનીમાં સાથે કામ કરતા હતા.

જો કે, યુવકે મિત્રતાનો ખોટો મતલબ નીકાળ્યો, તે જબરદસ્તી લગ્નનું દબાણ બનાવી રહ્યો હતો. ઘાયલ ચંદ્રિકાના પિતા નથી અને તેની માતા ઘરોમાં કામ કરી પાંચ ભાઇ બહેનોનું પેટ પાળે છે. ચંદ્રિકા સારી એવી નોકરી કરી ઘર સંભાળવા માગતી હતી. આ માટે તે ઇન્ટરવ્યુ આપવા જઇ રહી હતી.

Shah Jina