સાડી પહેરી છોકરીએ સ્કૂટી પરથી કર્યો એવો ખતરનાક સ્ટંટ કે વીડિયો જોઇ થમી જશે શ્વાસ
Girl Doing Back Flip Stunt Video: આજકાલ રીલ અને વીડિયો બનાવવા માટે તેમજ વાયરલ થવા અને થોડી ઘણી લાઇકો મેળવવા માટે લોકો જોખમ પણ લેવા તૈયાર હોય છે. પછી ભલેને એ ખતરો પોલીસ, કોર્ટ-કચેરી કે મોતનો જ કેમ ના હોય. એવા ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં વીડિયો બનાવવાની લતને કારણે કેટલાક લોકોને મોતનો સામનો પણ કરવો પડ્યો છે. તમે પણ સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો જોયા જ હશે.
પરંતુ તેમ છતાં લોકો અમુક લાઈક્સ માટે પોતાનો જીવ જોખમમાં નાખવાનું બંધ કરતા નથી. યુવાનોને ડાન્સ, સિંગિંગ, એક્ટિંગ, કોમેડી, સ્ટંટ અને કૂકિંગના અનોખા વીડિયો બનાવીને ફેમસ થવાનું ઘેલુ લાગ્યુ છે. આવી સ્થિતિમાં તેઓને એ વાતની પરવા નથી કે તેઓ જે કામ કરી રહ્યા છે તે ભયથી ભરેલું છે. જો મનમાં એક વાત હોય તો એ છે કે શૂટ સારું થવું જોઈએ. પહેલા સ્ટંટ બતાવવાનો છોકરાઓનો શોખ હતો, પરંતુ હવે છોકરીઓ પણ હવે કંઇ પાછળ નથી રહી.
ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ એકવાર તો ચીસ પાડી ઉઠશો. વીડિયોમાં એક છોકરી સાડીમાં જોવા મળી રહી છે અને તે સ્કૂટીની પાછળની સીટ પર ચડીને હવામાં બેક ફ્લિપ મારી રહી છે. આ દરમિયાન છોકરીએ આંખ પર પટ્ટી પણ બાંધી છે. છોકરી પલટી મારીને જમીન પર સીધી ઊભી રહેવાનો પ્રયાસ કરી રહી હતી. પણ સંતુલન ગુમાવવાને કારણે તે પડી જાય છે. જો કે,આમ છત્તાં પણ તે ફરીથી સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઉભી થાય છે અને સ્ટાઇલમાં ચાલવા લાગે છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે 5 લાખથી વધુ યુઝર્સે તેને લાઈક કર્યો છે. ઘણા યુઝર્સે છોકરીને આવું ન કરવાની સલાહ આપી તો ઘણા તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ સાડી પહેરીને કરવામાં આવેલ નકામું ડ્રામા છે’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘માત્ર લાઈક્સ માટે જોખમ લેવું એ ગાંડપણ છે’. કેટલાક યુઝર્સ એવા હતા જેમને યુવતીનું આ પરાક્રમ ખૂબ પસંદ આવ્યું.
View this post on Instagram