ઘરની બારીને પકડીને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી આ નાની બાળકી, ત્યારે જ આચાનક થયું એવું કે કોઈએ કલ્પના પણ નહિ કરી હોય, જુઓ વીડિયો

નાના બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બની જાય છે કે આ બાળકોને બચાવવા ભગવાનની જ જરૂર પડે છે, આપણે સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો જોયા હશે, જેમાં નાના બાળકો ઘણીવાર અકસ્માતનો ભોગ બને છે. ત્યારે જ દેવદૂત બનીને કોઈ તેમનો જીવ બચાવી લેતું હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બારીમાંથી લટકતી છોકરીને બચાવવા માટે એક વ્યક્તિ કોઈપણ સુરક્ષા સાધનો વિના બિલ્ડિંગના છઠ્ઠા માળે ચઢી ગયો હતો. આ પરાક્રમ કર્યા પછી, તે બહાદુર વ્યક્તિની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે. આ ઘટના મધ્ય ચીનના શાંક્સી પ્રાંતમાં બની હતી, જ્યાં 5 વર્ષની બાળકી પડી જતાં બારીમાં લટકતી રહી હતી. સિક્યોરિટી ગ્રીલ વચ્ચે ફસાયેલી છોકરીએ જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું. પાડોશી એન પેંગે છોકરીની પીડાદાયક ચીસો સાંભળી, તેથી તે તેને બચાવવા માટે દોડી ગયો.

પીપલ્સ ડેઈલી ઓનલાઈન અહેવાલ પ્રમાણે તેની સલામતીની ચિંતા કર્યા વિના, તેણે રહેણાંક બ્લોકની સામેના સુરક્ષા બારનો ઉપયોગ કરીને બિલ્ડિંગની બહાર ચઢવાનું શરૂ કર્યું. જેવો તે વ્યક્તિ છઠ્ઠા માળે પહોંચ્યો, તેણે બારીની ગ્રીલથી લટકતી નાની છોકરીને પકડી લીધી અને 10 મિનિટ સુધી તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતો રહ્યો. બાદમાં બાળકીની માતા ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીને સુરક્ષિત નીચે ઉતારવામાં મદદ કરી હતી.

તે વ્યક્તિએ સરકારી મીડિયા આઉટલેટ પીપલ્સ ડેઈલીને કહ્યું, ‘તે ખૂબ જ ડરી ગઈ હતી અને રડતી હતી. મેં તેને કહ્યું કે ડરીશ નહીં, અને સમજાવ્યું કે હું તેને બચાવવા આવી રહ્યો છું.’ હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, અને લોકોએ ભલા માણસના ખૂબ વખાણ કર્યા. નેટીઝન્સે તે વ્યક્તિનો તેની બહાદુરી અને નિઃસ્વાર્થતા માટે આભાર માન્યો. એક યુઝરે લખ્યું, ‘એક સાચા હીરોએ તેને બચાવ્યો. ભગવાન તેને આશીર્વાદ આપે.

Niraj Patel