અજબગજબ

યુવતીને બેભાન કર્યા વિના ડોક્ટરોએ કરી બ્રેઈન સર્જરી, હજારો લોકોએ જોયું ફેસબૂક LIVE

કોઈને કશું વાગી જાય, ઘા પડી જાય અને માથા પર કે શરીરના કોઈ બીજા ભાગ પર ટાંકા મારવા પડે ત્યારે ડોક્ટર એ વ્યક્તિના જે-તે ભાગને ખોટો કરીને એટલે કે એ ભાગને બેભાન કરીને પછી ત્યાં ટાંકા લગાવે છે. પરંતુ જાણીને ચોંકી જવાશે કે ડોકટરીના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે અમેરિકાના એક હોસ્પિટલમાં એક છોકરીના બ્રેઈનની સર્જરી તેને બેભાન કર્યા વિના કરવામાં આવી હોય. આટલું જ નહીં પણ આ સર્જરીનું ફેસબૂક લાઈવ પણ થયું હતું.

Image Source

અમેરિકાના આ હોસ્પિટલના ડોક્ટરોએ આ કારનામુ કરીને બતાવ્યું છે. વાત એમ છે કે મેથોડિસ્ટ ડલાસ મેડિકલ સેન્ટરમાં Jenna Schardt ની બ્રેઈન સર્જરી કરવામાં આવી. આ સર્જરીને ફેસબૂક પર લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવી અને આ દરમ્યાન દર્દી ડોકટરો સાથે વાત પણ કરતી રહી હતી. મેથોડિસ્ટ ડલાસના પ્રમુખ ડોક્ટર નિમેષ પટેલ અનુસાર, હોસ્પિટલના ફેસબૂક પેજ પર બ્રેઈન સર્જરીની પ્રક્રિયાને સ્ટ્રીમ કરવામાં આવી હતી.

Image Source

Tangled Blood Vessels ને બ્રેઈનમાંથી હટાવવા માટે આ સર્જરી કરવામાં આવી. આ સર્જરી દરમ્યાન દર્દીએ સતત વાત કરતા રહેવાની હોય છે જેથી જો કોઈ ભૂલ થાય તો તેને સુધારી શકાય. સર્જરી દરમ્યાન દર્દીની સતત કેટલીક તસ્વીરો દર્શાવવામાં આવી રહી હતી, જેથી નિશ્ચિત કરી શકાય કે તેની સર્જરી દરમ્યાન મગજના કોઈ વ્યવસ્થિત ભાગ સાથે છેડછાડ નથી કરવામાં આવી રહી, સર્જરી ઠીક રીતે થઇ રહી છે.

ડોક્ટર બાર્ટેલ મિશેલે જણાવ્યું કે જો આ સર્જરી દરમ્યાન કશું પણ ખોટું થઇ જાત તો દર્દી આખી ઉંમર બોલી શકતી નહિ. એટલે જ અમે તેની સાથે વાત કરી રહયા હતા, જેથી અમને ખબર પડતી રહે કે સર્જરી સાચી દિશામાં આગળ વધી રહી છે.

Image Source

આ લાઈવ સર્જરીને 2300 લોકોએ ફેસબૂક પર પણ જોઈ. આ સર્જરી અંગે ડોક્ટર નિમેષ પટેલ જણાવે છે કે આ સર્જરી દરમ્યાન જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પણ એક્ટિવેટ હતું, એ મગજના એ ભાગો વિશે જણાવે છે કે જ્યા ડોક્ટર્સે સર્જરી સમયે કશું કરવાનું નથી હોતું. Jenna હાલમાં એકદમ સ્વસ્થ છે અને એનું કહેવું છે કે એની આ સર્જરી જોઈને બીજા લોકોને પણ મદદ મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.