માં-બાપ વિરુદ્ધ જતા લોકો સાવધાન: અમદાવાદમાં મહિલા આત્મહત્યા કરવા રિવરફ્રન્ટ પહોંચી….અમદાવાદમાં યુવતીનો આપઘાત પહેલાનો વીડિયો વાયરલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ જીવન ટૂંકાવી લેતા હોય છે. ઘણીવાર પરણીતાઓ પણ પતિ અને સાસરિયાના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી લે છે. ત્યારે અમદાવાદની સાબરમતી નદી પણ પોતાની જિંદગીથી હતાશ થઇ ગયેલા લોકો માટે આપઘાત કરવાનું એક સ્થળ બની ગયું છે.

અમદાવાદની આયેશા અને વડોદરાની નફીસાના આપઘાતને હજુ સુધી કોઈ ભૂલી નથી શક્યું. આયેશાએ પતિથી કંટાળીને રિવરફ્રન્ટ ઉપર વીડિયો બનાવી જીવ આપી દીધો હતો, તો નફીસાએ પ્રેમીથી કંટાળીને રિવરફ્રન્ટ ઉપર વીડિયો બનાવીને વડોદરા જઈને ગળે ટુંપો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક અન્ય યુવતી આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ ઉપર વીડિયો બનાવી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક યુવતી અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર ગળે ડૂમો ભરાયેલા અવાજમાં પોતાની આપવીતી જણાવી રહી છે, તે કહે છે કે મેં મારા પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. તેમ છતાં તેનો પતિ કોઈ અન્ય યુવતી સાથે રહેતો હતો. તે એમ પણ જણાવી રહી છે કે લગ્ન બાદ 7 વર્ષ સુધી મારો પતિ મારી સાથે રહ્યો પછી મને તરછોડી દીધી.

વીડિયોમાં યુવતી એમ પણ જણાવી રહી છે કે હવે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. જેના બાદ તેના મમ્મી પપ્પાની માફી પણ માંગતી જોવા મળે છે. પરંતુ સદનસીબે ત્યાં ઉપસ્થિત લોકોએ આ યુવતીને બચાવી લીધી હતી,. જેના બાદ પીડીતાએ પોલીસને ફરિયાદ કરી હતી અને તેના આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

Niraj Patel