પાણીની અંદર ખતરનાક મગરની નીચે બિકીની પહેરેલી આ છોકરીએ કર્યું સ્વિમિંગ, જેને પણ વીડિયો જોયો તેના હોશ ઉડી ગયા… જુઓ

જોઈને જ જીવ તાળવે ચોંટી જાય એવો વીડિયો, મગરની નીચે સ્વિમિંગ કરતી હતી છોકરી, તમે પણ કરી શકો છો આ, જાણો કેવી રીતે

Bikini Girl With Crocodile Video: સોશિયલ મીડિયા (social media) માં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને આપણે પણ ચોંકી ઉઠીએ. ખાસ કરીને પ્રાણીઓની ઘટનાઓ જોવી લોકોને ખુબ જ પસંદ હોય છે. મગરના પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ મગર (Crocodile) નો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

મગરનું નામ સાંભળતા જ નજર આગળ પાણીમાં રહેતું એક વિશાળ પ્રાણી દેખાઈ જાય. મગરને પાણીનો રાજ કહેવામાં આવે છે અને તે જો કોઈ શિકાર પકડી લે તો તેનું જીવતું બચવું લગભગ અસંભવ છે. ત્યારે મગરની નજીક જવાનું પણ કોઈ સપને વિચારી ના શકે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક છોકરી મગર સાથે સ્વિમિંગ કરે છે.

વાયરલ વીડિયોની શરૂઆત બિકીની પહેરેલી છોકરી સાથે થાય છે જે એક વિશાળ મગરની નીચે શાંતિથી સ્વિમિંગ કરી રહી છે. આ ભયાનક ક્લિપથી નેટીઝન્સ ચોંકી ગયા છે. ક્લિપને લાંબા કૅપ્શન સાથે શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, “અહીં @gabbynikolle કાસ્પર સાથે સ્વિમિંગ કરીને ઉજવણી કરવા માટે છે! ગેબી વર્ષોથી એલિગેટર્સને હેન્ડલ કરી રહી છે! આ વિડિયો ગયા સપ્તાહના અંતનો છે. તમે મને અને કેસ્પરને જોઈ શકો છો. સાથે સ્વિમિંગ કરી શકો છો!”

જો તમે પણ મગર સાથે આવું જ કંઈક કરવા માંગો છો, તો તમે હમણાં ઑનલાઇન બુક કરી શકો છો, www.crocodilechris.com ની મુલાકાત લો. વિડિયોના કેપ્શનમાં લખ્યું છે, “જો તમે મુલાકાત લેવા માંગતા હોવ તો વેબસાઈટ સાથે લિંક કરો. તે હોમસ્ટેડ, ફ્લોરિડામાં એવરગ્લેડ્સ આઉટપોસ્ટ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટીમ સાથે સુરક્ષિત રીતે કરવામાં આવ્યું છે. તે કોઈપણ કૌશલ્ય સ્તરના લોકો માટે છે.” વીડિયો પર 3 લાખ 88 હજારથી વધુ લાઈક્સ છે.

Niraj Patel