પ્રેમીના આપઘાત કરવાનો વિરહ સહન ના કરી શકી પ્રેમિકા, 2 દિવસ બાદ જ હોટલના રૂમમાં લગાવી લીધી ફાંસી, સુસાઇડ નોટમાં કહ્યું, “મમ્મી પપ્પા રડશો નહિ…”, જાણો સમગ્ર મામલો

“મમ્મી પપ્પા રડશો નહિ, મેં વિશાલને સાચો પ્રેમ કર્યો હતો… હવે તેની પાસે જાઉં છું…” યુવતીએ આવો સંદેશ લખીને આપી દીધો જીવ

Girl Commits Suicide : ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો કોઈને કોઈ કારણે આપઘાત કરી લેતા હોય છે. કોઈ આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે. તો કોઈ પ્રેમ સંબંધોમાં એક ના થઇ શકવાના કારણે પણ મોતને વ્હાલું કરી લેતા હોય છે. ત્યારે હાલ એવા જ એક મામલાએ ચકચારી મચાવી દીધી છે. જેમાં પ્રેમીના આપઘાતના બે દિવસ બાદ જ પ્રેમિકાએ પણ મોતને વહાલું કર્યું.

આ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી, જ્યાં એક યુવતીએ હોટલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. હોટલના રૂમમાંથી યુવતીએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ ઉપરાંત દારૂની બોટલ અને બ્લેડ પણ મળી આવી. શુક્લાગંજમાં બે દિવસ પહેલા પ્રેમીની આત્મહત્યાથી વ્યથિત પ્રેમિકાએ પણ રવિવારે હોટલના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ, દેશી દારૂની બોટલ અને બ્લેડ મળી આવી છે.

હોટલમાંથી મળેલી સ્યુસાઈડ નોટમાં યુવતીએ લખ્યું હતું કે, “મમ્મી પપ્પા મને માફ કરી દેજો. હું તમારી સારી દીકરી ન બની શકી. રડશો નહીં, હું તમારી આગળ ખોટું બોલીને ઘરેથી નીકળી ગઈ. હું તેના વગર નહિ જીવી શકું. તેના જેવું બીજું કોઈ મને આખી દુનિયામાં નહિ મળે. મારા પતિને એની મા ખાઈ ગઈ, હું મારી મરજીથી આપઘાત કરું છું. કોઈના દબાણમાં આવીને નથી કરી રહી, હું જઈ રહી છું મારા વિશાલ પાસે. મેં વિશાલને સાચો પ્રેમ કર્યો હતો. લગ્ન પણ કર્યા અને હવે એની પાસે જઈ રહી છું”

પોલીસના જણાવ્યા અનુસાર તેના ડાબા હાથની નસમાં ઈજા થઈ હતી. તેને આત્મહત્યા માટે બ્લેડ વડે નસ કાપવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. ત્યાં હોટેલ મેનેજરના કહેવા પ્રમાણે યુવતી સવારે દસ વાગ્યે આવી હતી અને મહેમાન આવવાનું કહીને પાંચસો રૂપિયામાં રૂમ બુક કરાવ્યો હતો. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે માનસીના પરિવાર તરફથી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર કાનપુરના મોહલ્લા અંબિકાપુરમના રહેવાસી રમેશ ચંદ્રાની 27 વર્ષીય દીકરી માનસી ઉન્નાવમાં એક ફાઇનાન્સ બેંકના લોન વિભાગમાં કામ કરતી હતી.

રવિવારે તેનો મૃતદેહ પોનીરોડ પર ગુપ્તા માર્કેટ પાસે એક હોટલના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. હોટલ મેનેજર કરુણા શંકર શુક્લાની સૂચના પર પોલીસ પહોંચી ત્યારે રૂમ અંદરથી બંધ હતો. પોલીસે રૂમનો દરવાજો તોડી લાશનો કબજો લીધો હતો. કોતવાલી પ્રભારી અવનીશ કુમાર સિંહે જણાવ્યું કે હોટલમાં આપવામાં આવેલા આઈડીના આધારે સંબંધીઓને માહિતી આપવામાં આવી હતી.

પિતા રમેશ ચંદ્રાએ જણાવ્યું કે માનસી દોઢ વર્ષ પહેલા NEETની પરીક્ષા દરમિયાન ગોવિંદનગરમાં રહેતા વિશાલ દુબેને મળી હતી. આ પછી બંને વચ્ચે નિકટતા વધી. તેણે કહ્યું કે તે દીકરીના લગ્ન વિશાલ સાથે કરવા તૈયાર છે, પરંતુ વિશાલના પરિવારના સભ્યો તૈયાર ન હતા.
જેના કારણે વિશાલે 12 મેના રોજ ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. માનસી રવિવારે એવું કહીને ઘરની બહાર નીકળી ગઈ હતી કે તે વિશાલનો ચહેરો છેલ્લી વાર જોશે. આ પછી તેમને તેના મૃત્યુની માહિતી મળી.

Niraj Patel