માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! ધોરણ 10માં ભણતી છોકરી ઘરમાંથી ચોરી કરી પ્રેમી સાથે ગોવા પહોંચી, અને આગળ જે થયું તે તમને ચોંકાવી દેશે

અમદાવાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં, ધોરણ 10માં ભણતી બે સગીરા એક સગીર અને એક યુવકના પ્રેમમાં પડી હતી. જે બાદ તેઓ શાળા અને ટ્યુશનથી છૂટીને અવારનવાર હરવા ફરવા જતા હતા. પરંતુ, વાત અહીંયાથી અટકતી નથી. સગીરા પોતાના ઘરમાંથી દાગીના અને રૂપિયાની ચોરી કરીને તેના આ મિત્રો સાથે પહેલા મુંબઈ અને પછી ગોવા ફરવા જતી રહી હતી. જોકે, આ અંગે પરિવારે ફરિયાદ કરતાં સરખેજ પોલીસે ચારેય લોકોને ટેકનિકલ સર્વેલન્સથી શોધી કાઢ્યા હતા. જે બાદ સગીરાઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને ધો.10ની પરીક્ષા પણ અપાવવામાં મદદ કરી છે.

 

મળતી માહિતી પ્રમાણે, શહેરના એસ.જી. હાઇવે નજીકના એક વિસ્તારમાં રહેતી બે સગીરા ધો.10 CBSEમાં અભ્યાસ કરે છે. ચારેય મિત્રો જ્યારે મળતા ત્યારે ઘરેથી દૂર ફરવાના પ્લાનિંગ પણ કરતા. એક દિવસ સગીરાએ મોજશોખ પૂરા કરવા માટે પોતાના જ ઘરે સોનાના દાગીના ચોરી લીધા હતા. બાદમાં સગીરા તેનો સગીર પ્રેમી, સગીર બહેનપણી અને તેનો પ્રેમી મળીને ચારેય લોકો ફરતા ફરતા મુંબઈ પહોંચ્યા અને ત્યાં સગીરાએ દાગીના વેચીને 70 હજાર જેટલા રૂપિયા મેળવી લીધા હતા. જે બાદ આ લોકો ગોવા ફરવા ગયા હતા.

જોકે, સગીરાના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે છોકરી તેના પરિચિત વ્યક્તિ સાથે વાત કરતી હોવાનું સામે આવ્યું. જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. બાદમાં ચારેયને ગોવામાંથી શોધી કાઢ્યા હતા. પોલીસ ચારેયને લઈને અમદાવાદ આવી પહોંચી હતી. જે બાદ સગીરોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ લોકોએ અમદાવાદથી બહાર નીકળીને ફોન બંધ કરી દીધા હતા. તેઓ માત્ર વાઇફાઇનો ઉપયોગ કરતા હતા. આવું કરવાથી કોઈ તેમને ટ્રેક કરી શકે નહીં. પરંતુ પોલીસને જાણવા મળ્યું કે, સગીરા ઇન્સ્ટાગ્રામથી ફોન પર વાત કરે છે. જેથી પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરીને ગોવાથી ચારેયની ભાળ મેળવી હતી. પોલીસે આ લોકોને શોધી કાઢી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા હતા. સગીરા ધો.10માં અભ્યાસ કરતી હોવાથી મહિલા પોલીસના બંદોબસ્ત વચ્ચે ધો.10ની પરીક્ષા પણ અપાવી છે.

Twinkle