આ છોકરીએ કહ્યું “હું એટલી સુંદર છું શું કરું ?” ત્યારે જ એક વ્યક્તિએ માંગી લીધી એવી વસ્તુ કે બોલતી થઇ ગઈ બંધ, જુઓ વીડિયો

આજે સોશિયલ મીડિયાની અંદર ટ્રેંડમાં રહેવા માટે લોકો અવનવા વીડિયો બનાવતા હોય છે, ઘણા વીડિયોની અંદર લોકો એવા એવા કોન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે તે જોઈને એકદમ નવાઈ પણ લાગે અને ઘણા કોન્ટેન્ટ પેટ પકડીને હસાવતા પણ હોય છે. આજે લોકો વાયરલ થવા માટે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવીને પોસ્ટ કરે છે. જે ઘણીવાર વાયરલ પણ થઇ જાય છે.

હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરી પોતાની સુંદરતાના વખાણ કરી રહી છે અને ત્યારે જ તેને એક વ્યક્તિ એવું કહી દે છે જેના કારણે તેની બોલતી પણ બંધ થઇ જાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકોનું હસવું પણ રોકાઈ નથી રહ્યું.

વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે એક છોકરી ગીતના માધ્યમથી કહે છે કે “મેં ઇતની સુંદર હું ક્યાં કરું ?” ત્યારે જ સામેથી અવાજ આવે છે કે “તારું આધાર કાર્ડ બતાવ” જેના બાદ છોકરીનું મોઢું બગડી જાય છે અને ચહેરો પણ ઉતરી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી રીલ બનાવતા બનાવતા આટલે જ અટકી જાય છે.

આપણે બધા જ જાણીએ છીએ કે માણસ ગમે તેટલો સુંદર કેમ ના દેખાતો હોય પરંતુ તેના આધારકાર્ડમાં આવેલો ફોટો સાવ અલગ જ હોય છે. આધારકાર્ડના ફોટો ક્યારેય સારા જ નથી આવતા. સોશિયલ મીડિયામાં પણ આધારકાર્ડને લઈને ઘણા મીમ બને છે, ત્યારે આ વીડિયો પણ ખુબ જ વાયરલ થયો છે.

Niraj Patel