યુક્રેનથી પાછી આવેલી વિધાર્થી ખુશ્બૂએ કહ્યું કે જયારે 300 મીટર દૂર પડ્યો બૉમ્બ તો લાગ્યું બચીશું નહિ, સાથે જ કહ્યું કે ભારત સરકારના કારણે આવી પાછી

હરિયાણાના કૈથલ જિલ્લાના પુંડરીની રહેવાવાળી ખુશ્બૂ યુક્રેનથી પોતાના દેશ અને ઘરે પહોંચી તો ઘરવાળાની ખુશી સમાતી ન હતી. ખુશ્બૂને પણ એવું લાગી રહ્યું છે જાણે તેને નવું જીવન મળી ગયું હોય. ખુશ્બૂએ કહ્યું કે તે 3 મહિના પહેલા જ યુક્રેન MBBS ભણવા માટે ગઈ હતી પરંતુ હવે ત્યાં રશિયા અને યુક્રેનના વોરના કારણે તેને ત્યાંથી ભારત સરકારે નીકાળી હતી. યુદ્ધ દરમ્યાન ત્યાં ભણતા વિધાર્થીઓનું જીવન જોખમમાં હતું પરંતુ ભારત સરકારે મદદ કરી તે માટે ધન્યવાદ.

ખુશ્બૂના માતા-પિતાનું કહેવું છે કે છોકરીની ચિંતા દિવસ રાત થતી હતી અને ઘણા દિવસોથી તેમને ઊંઘ પણ આવતી ન હતી. તેમજ ખુશ્બૂએ કહ્યું કે યુદ્ધ દરમ્યાન યુક્રેનમાં ખરાબ પરિસ્થિતિ છે. ત્યાં જયારે હોસ્ટેલથી 300 મીટરની દુરી પર બૉમ્બ પડ્યો તો બધા ડરી ગયા હતા અને એવું જ વિચારી રહ્યા હતા કે હવે બચીશું નહિ. જોકે ઘરવાળાનો સંપર્ક થઇ રહ્યો હતો તો થોડી ચિંતા ઓછી થઇ હતી પરંતુ ઘરે પહોંચીને નવું જીવન મળ્યું છે.

ખુશ્બૂએ કહ્યું કે ત્યાંથી સિનિયર્સે સાથ આપ્યો અને બોર્ડર પાર કરાવી. જેના પછી ભારત સરકારે ઘરે પહોંચાડ્યા. ત્યાં બોર્ડર પાર કરવામાં મુશ્કેલીઓ તો ઘણી આવી. 13 કિલોમીટર પગપાળા ચાલ્યા અને રોમાનિયાના સૈનિકોએ ખુબ જ મુશ્કેલીથી બોર્ડર પાર કરવા દીધી. પરંતુ હવે ઘરે પહોંચીને સારું લાગી રહ્યું છે. હવે કદાચ પહેલા જેવું થશે તો ફરી વખત જઈશું. પરંતુ મારા માટે અને ઘરવાળા માટે મુશ્કેલી વાળું પગલું હશે.

ખુશ્બૂએ કહ્યું હતું કે ઇવાનો ફ્રેકવિસ્ટ શહેરમાં સ્થિત ઇવાનો મેડિકલ યુનિવર્સીટીથી રોમાનિયા દેશની બોર્ડરની નજીક છે. ઇવાનોથી પોતાના ખર્ચે બધા ભારતીયોએ બસ બોલાવી હતી પરંતુ યુક્રેન અને રોમાનિયાની આર્મીએ બસને બોર્ડરથી લગભગ 13 કિલોમીટર પહેલા રોકી દીધી હતી. તેના કારણે ભૂખ્યા તરસ્યા બોર્ડર સુધી પગપાળા જ ચાલવું પડ્યું હતું.

ભારત સરકારે રોમાનિયાથી દિલ્હી સુધી તેમની સાથે કોઈ પણ જહાજનું ભાડું લીધું હતું નહિ. ખુશ્બૂએ કહ્યું કે યુક્રેન અને રોમાનિયાની બોર્ડર પર સેના અને અધિકારીઓ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હતો. બોર્ડર પાર કરવા માટે રોમાનિયા આર્મી યુક્રેનના નાગરિકોને પ્રાથમિકતા આપી રહી હતી. ભારતીયો સાથે સારો વ્યવહાર કરવામાં આવતો ન હતો.

Patel Meet