છઠ્ઠા ધોરણમાં ભણતી મજુરની દીકરીને રસ્તા પર થી મળી 7 લાખના દાગીના ભરેલી બેગ, બેગના માલિકની રાહ જોતી રહી પછી

મધ્યપ્રદેશના રાયસન જિલ્લામાં છઠ્ઠા ધોરણમાં ભણતી રીના નામની છોકરીએ ઈમાનદારીની અનોખી મિસાલ કાયમ કરી છે. રીનાને સાત લાખના ઘરેણા ભરેલી બેગ મળી હતી ત્યારે તેણે પોલીસની હાજરીમાં બેગ તેના માલિકને સોંપી હતી, તો બદલામાં તેને 51 હજાર રૂપિયા ઇનામ તરીકે મળ્યા હતા અને ફૂલના ગુલદસ્તાથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઘટના રાયસેન જિલ્લાના ઉદયપુરા શહેરની છે. 20 ફેબ્રુઆરીએ યશપાલ સિંહ પટેલનું ઘરેણા ભરેલું બેગ ખોવાઈ ગયું હતું. ઘરેણાની કિંમત 7 લાખ રૂપિયા હતી. બેગ ગાયબ થયા પછી પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને બેગને લગતી માહિતી પણ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

એવામાં રીનાને આ ઘરેણા ભરેલું બેગ મળ્યું હતું રીનાએ તે જ જગ્યાએ બેગના માલિકની રાહ પણ જોઈ હતી પણ જ્યારે કોઈ ન આવ્યું તો તે બેગ લઈને ઘરે ચાલી ગઈ અને પરિવારને બધી જ જાણ કરી. મળેલી જાણકારીના આધારે રિનાના પિતા મંગલસિંહ બેગને લઈને ઉદયપુરા શહેરના ડૉ. મોહનલાલ પાસે પહોંચ્યા અને બધી જ જાણ કરી.

મોહનલાલે બેગની જાણ પોલીસથાણામાં કરી અને બેગ પોલીસને સોંપી દીધી. એવામાં પોલીસે પણ બેગ તેના મલિક યશપાલ સિંહને સોંપી દીધું. બીજી તરફ લોકોએ રીનાની ઈમાનદારીની ખુબ પ્રશંસા કરી હતી. બેગના માલિકે પણ ઈનામના સ્વરૂપે તેને નવા કપડા અને 51,000 રૂપિયા આપ્યા હતા અને કહેવામાં આવ્યું કે રીનાનુ શાસન સ્તર પર સન્માન આપવામાં આવશે.

Krishna Patel