ખબર

અ’વાદી યુવતીને ઓનલાઇન મંગાવ્યું હક્કા ન્યૂ઼ડલ્સ, ઘરે આવ્યું નોન વેજ ફૂડ- પછી જે થયું એ…

આપણે ઘણીવાર એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે જે આઈટમ ઓનલાઇન ઓર્ડર કરી હતી, એના બદલે બીજી આવી ગઈ હોય. આ વખતે અમદાવાદમાં પણ એવો જ કિસ્સો સામે આવ્યો છે. જયારે એક યુવતીએ Zomato પરથી વેજ ખાવાનું ઓર્ડર કર્યું અને નોન-વેજ ખાવાનું આવ્યું.

અમદાવામાં નહેરુનગર વિસ્તારમાં રહેતી અને એસજી હાઇવે પર નોકરી કરતી યુવતીએ 25 સપ્ટેમ્બરના રોજ Zomato એપ્લિકેશન પરથી હક્ક નૂડલ્સ મંગાવ્યા હતા અને અંદરથી નોનવેજ ખાવાનું નીકળ્યું હતું. આ યુવતીએ પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટમાંથી વેજ હક્કા ન્યૂડલ્સ ઓર્ડર કર્યા હતાં. થોડીવારમાં જયારે તેનો ઓર્ડર આવ્યો અને તેને પોતાનું ખાવાનું ચાખ્યું ત્યારે આ આખી બાબત સામે આવી કે વેજના બદલે તેને નોનવેજ ખાવાનું આપવામાં આવ્યું છે.

આ પછી આ યુવતીએ ઝોમેટોને ફરિયાદ કરી તો ઝોમેટોએ એવો ઉડાઉ જવાબ આપ્યો કે રેસ્ટોરન્ટના માલિક અત્યારે હાજર નથી. એટલે તેઓ તપાસ કરીને પછી તેને જણાવશે. એટલે આ યુવતીએ પોતાની ઓર્ડર કરેલી વસ્તુનો સ્ક્રીનશોટ અને પછી આવેલી વસ્તુની તસ્વીર લઈને સોશિયલ મીડિયા પર ઝોમેટો વિશે ફરિયાદ કરી હતી.

જો કે યુવતીની ફરિયાદ બાદ ઝોમેટોએ તેણે રિફંડ આપી દીધું હતું, પરંતુ યુવતીએ સોશિયલ મીડિયા પર ઝોમેટોના ઉડાઉ જવાબ વિશે સવાલ ઉઠાવ્યા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.