નવરાત્રિમાં નરાધમોનો આતંક ! વડોદરા સામુહિક દુષ્કર્મ જેવી જ વધુ એક શર્મનાક ઘટના સામે આવી સુરતમાં…સગીરાને રાત્રે પીંખી નાખી; જાણો સમગ્ર વિગતવાર

હજુ તો વડોદરામાં બનેલ સામુહિક દુષ્કર્મના પડઘા પણ શમ્યા નથી ત્યાં આવી જ વધુ એક શર્મનાક ઘટના સામે આવી. સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં એક સગીરા તેના મિત્ર જોડે ઊભી હતી ત્યારે અજાણ્યા ત્રણ ઈસમોએ યુવકને માર મારી ભગાડી દીધો અને બાદમાં નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. હાલ તો ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

જ્યારે બીજા બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતનાં માંગરોળનાં બોરસરાં ગામમાં રહેતી સગીરા રાતના સમયે એક મિત્ર જોડે ઊભી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા અને સગીરાના મિત્રને ઢોર માર મારી ભગાડી દીધો. આ પછી સગીરાને નજીકની અવાવરૂં જગ્યા પર લઈ જઇ ત્રણ પૈકી એકે દુષ્કર્મ આચર્યું.

જો કે હાલ તો અન્ય બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી છે અને આરોપીને પકડવા ડોગ સ્કોડની મદદ લેવાઇ છે.

Shah Jina