બસમાં બાળકો સાથે મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, ચાલતી બસમાં બારીની બહાર માથું કાઢ્યું છોકરીએ અને..

રોડ અકસ્માતની અંદર ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં મધ્ય પ્રદેશમાંથી એક એવી જ દર્દનાક ઘટના સામે આવી છે, મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં એવી દર્દનાક ઘટના બની કે જોવા વાળાના હૃદય પણ કંપી ઉઠ્યા હતા. એક નાની એવી ભૂલના કારણે બાળકીનો જીવ ચાલ્યો ગયો.

ચાલુ બસમાંથી બારીમાંથી ઉલ્ટી કરવા માટે જેવું છોકરીએ માથું બહાર કાઢ્યું કે સામેથી આવી રહેલી ટ્રક સાથે જ ટકરાઈ ગયું. આ દુર્ઘટનામાં તેના માથાનો ઉપરનો ભાગ કપાઈને અલગ થઇ ગયો અને રોડ ઉપર જઈને પડ્યો.

(પ્રતીકાત્મક તસ્વીર)

આ દર્દનાક ઘટનામાં બાળકીનું મોત થઇ ગયું. આ ઘટનામાં એસપી સીમા અલાવાએ જણાવ્યું કે આ ઘટના મંગળવારે સવારે 9:30 કલાકના આસપાસની છે. અહિયાંથી લગભગ 35 કિલોમીટર દૂર ઇન્દોર-ઈચ્છાપુર હાઇવે ઉપર રોશીય ફાંટા પાસે આ ઘટના બની.

એએસપીનું કહેવું છે કે મૃતકની ઓળખ તમન્નાના રૂપમાં કરવામાં આવી છે અને તે ખંડવાની રહેવાસી છે. અલાવાએ જણાવ્યું કે આ દુર્ઘટનાના સમયે તમન્નાની મા રુખસાના અને મોટી બહેન હિના પણ બસમાં બેઠા હતા. ત્રણેય ખંડવાથી બડવાહ પોતાના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા. તેમને કહ્યું કે બસમાં યાત્રા દરમિયાન ઉલ્ટી કરવા દરમિયાન જેવું જ તમન્નાએ માથું બારીની બહાર કાઢ્યું કે સામેથી આવી રહેલા ટ્રકમાં અથડાઈ ગયું. જેનાથી તેના માથા ઉપરના ભાગ કપાઈ ગયો અને તેનું મોત થઇ ગયું.

(પ્રતીકાત્મક તસ્વીર)

અલાવાએ જણાવ્યું કે ટ્રકને પોલીસે પોતાના કબ્જામાં લઇ લીધી છે. જોકે, ટ્રક ચાલાક ફરાર છે. તેમને કહ્યું કે દુર્ઘટના સમયે બસ ખંડવાથી ઇન્દોર જય રહી હતી. જયારે ટ્રક ઈન્દોરથી આવી રહ્યો હતો. શબને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

Niraj Patel