ખબર

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ દીકરીએ પિતાની લાશ સામે જ આપ્યા હોટ પોઝ? તસવીરો વાયરલ થતા ભડક્યા લોકો

આપણે ત્યાં કહેવાય છે કે મૃત્યુનો મલાજો રાખવો પડે. ભલે દુશ્મનનું પણ મોત થયું હોય તો પણ આપણે ત્યાં શોક પાડવામાં આવે છે. કોઈના નિધનની આસપાસ રહેલા લોકો પણ નમ આંખોએ જોવા મળતા હોય છે, ત્યારે જો પરિવારના કોઈ અંગત વ્યક્તિનું જ નિધન થયું હોય તો કેટલું દુઃખ હોઈ શકે તમે કલ્પના કરી શકો છો !

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવી ઘટના ચર્ચાનો વિષય બની છે જેના વિશે કોઈએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય. એવું કહેવાય છે કે એક દીકરી માટે તેનો બાપ સર્વસ્વ હોય છે, બાપના નિધનનું સૌથી વધુ દુઃખ એક દીકરીને થતું હોય છે. પરંતુ આ ઘટનામાં એક પિતાના નિધન બાદ દીકરી દુઃખી થવાની જગ્યાએ તેમની લાશ સામે ઉભી રહી અને અલગ અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર છોકરીએ જયારે તેના પિતાના શબ પાસે હોટ અંદાજમાં તસવીરો ખેંચાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી ત્યારે લોકો તેની સંવેદનહીનતાને જોઈને હેરાન રહી ગયા હતા. તેને લઈને લોકો તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા. આ ઘટના અમેરિકાની જણાવવામાં આવી રહી છે.

સામે આવેલી તસ્વીરોમાં નજર આવી રહેલી યુવતી સોશિયલ મીડિયાની દીવાની હતી અને શો ઓફના નશામાં ચૂર તેના પિતાના શબ સામે જ ગ્લેમરસ પોઝ આપીને તસવીરો પણ ખેંચાવી રહી હતી. આ યુવતીએ એટલો મલાજો પણ ના રાખ્યો કે તેના પિતા મૃત્યુ પામ્યા છે અને તે તેમના શબ પાસે ઉભી છે.

આ યુવતીએ બોલ્ડ તસવીરો ખેંચાવી અને તેને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પોસ્ટ કરી દીધી. જેના બાદ યુઝર્સ આ યુવતીને ખુબ જ ટ્રોલ પણ કરવા લાગી ગયા. આ મામલો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચાનો વિષય પણ બન્યો છે.

પિતાના શબ સામે બોલ્ડ ફોટો ખેંચાવવા વાળી આ યુવતીએ કાળા રંગનું એક સ્લીવ વાળું બ્લેજર અને મીની ડ્રેસ પહેર્યો હતો. તસવીરો ખેંચાવતી વખતે તે બિલકુલ પિતાના શબની સામે ઉભી હતી. આ ઉપરાંત તેને પગમાં હિલ પહેરી રકહિ હતી અને ખુબ જ મેકઅપ પણ કરી રાખ્યો હતો.