મેક્સિકોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માનવામાં આવે છે કે યોગ કરવાથી શરીર સારું રહે છે. પરંતુ કયારેક રોગને કારણે બીજી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

એલેક્સા ટેરેસસ નામની એક કોલેજ સ્ટુડન્ટ તેની બાલ્કનીમાં યોગાસન કરી રહી હતી.આ દરમિયાન તે કોણ અગમ્ય કારણોસર 80 ફૂટ ઊંચાઈએ ગબડી ગઈ હતી.એલેકસા એક્સ્ટ્રીમ યોગાની મુન્દ્રામાં અભ્યાસ કરી રહી હતી. 23 વર્ષની એલેક્સાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, એલેક્સા છઠ્ઠા માળે તેની ઘરની બાલ્કનીમાં યોગ કરી રહી હતી. આ યોગ પ્રક્રિયા દરમિયાનની એક તસ્વીર પણ સામે આવી હતી. જેમાં તે બાલ્કનીની રૅલીગમાં ઊંધા માટે લટકી હતી. તેમાં એલેક્સાએ તેનું બધું જ વજન રેલિંગ પર રાખ્યું હતું. આ ઘટના ઓગસ્ટ મહિનામાં ઘટી હતી. એલેક્સા 80 ફૂટ ઊંચાઈથી સીધી જ રસ્તા પર પડી હતી.

આ ઘટના બપોરે 1 વાગ્યેને 10 મિનિટે બની હતી. ત્યારબાદ તુરંત જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, એલેક્સની સર્જરી 11કલાક સુધી ચાલી હતી. તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી હતી. એલેકસાના હાથ અને પગમાં ઘણા ફેક્ચર્સ છે. તે સિવાય તેના માથામાં પણ ઇજા થઇ હતી.

આ દુર્ઘટના ઘટતા એલેક્સાને મોટી માત્રામાં લોહીની જરૂર પડી હતી. જેના માટે તેના પરિવારજનોએ ફેસબુક અને સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. ડોકટરોનું કહેવું છે કે, એલેક્સા આગામી ત્રણ વર્ષ સુધી નહિ ચાલી શકે. તો બીજી તરફ એલેક્સાના પાડોશીઓએ કહ્યું હતું કે, તે ઘણીવાર બાલ્કનીમાં ઉભી રહીને ખતરનાક મુદ્રામાં યોગ કરી રહી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.