અખતરા કરવાના ચક્કરમાં દાઝી ગઈ આ યુવતી, હોટલમાં ફાયર દારૂ પીવા આવી હતી, વેઈટરે આગ લગાવી અને પછી…જુઓ વીડિયો

લોકો શું કામ કરતા હશે આવા નાટકો ? આગ લગાવીને પીરસવામાં આવી રહ્યો હતો દારૂ, ફાયર શોટ પીવાના ચક્કરમાં દાઝી ગઈ આ યુવતી, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

girl was burnt in the circle of fire shot : આજે ઘણા બધા એવા રેસ્ટોરન્ટ છે જે ફૂડને અવનવી રીતે પીરસતા હોય છે. ઘણા રેસ્ટોરન્ટ (restaurant) માં જઈને તમે ફાયર પાણીપુરી ખાધી હશે, ઘણી પાનની દુકાનમાં હવે ફાયર પાન પણ મળતા હોય છે, પરંતુ એક રેસ્ટોરન્ટમાં ફાયર શોટ પણ મળે છે. આ ચલણ પબમાં ખુબ જ વધારે જોવા મળે છે.

પરંતુ આ ફાયર શોટ્સ (fire shots) ના કારણે ઘણી વખત અકસ્માતો પણ થાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પબમાં ગ્રાહકોને કંઈક નવું પીરસવાનો પ્રયાસ કરતી વખતે ફાયર થતા જ આગ લાગી અને ફાયર શોટનો આંણદ લેવા પહોંચેલી એક યુવતી દાઝી ગઈ.

આ વીડિયોને @HumansNoContext નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે, જેને 6.8 મિલિયન વ્યૂઝ મળ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પબમાં ટેબલ પર પ્લેટ મૂકીને ફાયર શોટ કરવામાં આવે છે. વધુ આલ્કોહોલ ઉમેરીને ફાયર શૉટમાં ઘણી ફ્લેવર ઉમેરવામાં આવે છે. દરમિયાન, છોકરીને પીવા માટે સ્ટ્રો આપવામાં આવે છે.

છોકરીને સ્ટ્રો આપ્યા પછી, વેઈટર ફાયરશોટમાં વધુ આલ્કોહોલ રેડે છે, પરંતુ અચાનક આગ ફાટી નીકળે છે, જે નજીકમાં બેઠેલી બીજી છોકરીને તરફ ફેલાય છે. તેના ડ્રેસમાં પણ આગ લાગી જાય છે. યુઝર્સે પણ આ અજીબોગરીબ વીડિયો પર રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, ‘આ લોકો કંઈક નવું કરવાના ચક્કરમાં કોઈને મારી નાખશે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આવા ફાયર શોટ્સ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.’

Niraj Patel