8 વર્ષ સુધી જેને ભાઇ કહીને બોલાવતી હતી છોકરી તેની જ સાથે કરી લીધા લગ્ન, હવે બાળક પણ…જુઓ PHOTOS

8 વર્ષ સુધી જેને ભાઇ કહીને બોલાવ્યો તેની સાથે જ કરી લીધા લગ્ન, લોકો બોલ્યા- ભૈયાને સૈયા બનાવી દીધો ! જુઓ PHOTOS

ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. પરંતુ કેટલીકવાર કેટલાક કપલ એટલા અજીબ હોય છે કે તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી જાય છે. આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાએ કહ્યું કે તેણે તે વ્યક્તિ સાથે લગ્ન કર્યા કે જેને તે લાંબા સમયથી ભાઈ કહેતી હતી. ત્યારે હવે વીડિયો જોયા બાદ લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરવા લાગ્યા.

ઈન્સ્ટાગ્રામ યુઝર્સ વિની અને જય પતિ-પત્ની છે અને બંનેનું સંયુક્ત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. બંને કંટેટ ક્રિએટર તરીકે તેમના જીવન સાથે સંબંધિત તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. થોડા દિવસો પહેલા તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેમના સંબંધોની તેમણે વીડિયો પોસ્ટ દ્વાકા વાત કરી. વિની દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં તેના અને જયના ​​જૂના ફોટાની સાથે નવા ફોટા પણ છે, જેને જોઈને તમને લાગશે કે તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા.

પરંતુ એવું નથી. મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે તે 8 વર્ષથી છોકરાને ભાઈ કહેતી હતી. તેણે કેપ્શનમાં જણાવ્યું હતું કે તે તેના કરતા મોટો હતો, અને સંબંધી લાગતો હતો, તેથી તે તેને ભાઈ કહેતી હતી. પરંતુ બંનેએ લગ્ન કરી લીધા અને બંને હવે એક બાળકના માતા-પિતા પણ છે. વીડિયોમાં તેમની જોડી ખૂબ જ ખાસ દેખાઈ રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકોને કદાચ આ જોડી એટલી પસંદ નથી આવી રહી અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.

આ વીડિયોને 49 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો કરી છે. એકે કહ્યું કે તેણે ભૈયાને સૈયા બનાવી દીધો. જ્યારે એકે કહ્યું કે ભૈયાથી સૈયાં સુધીની સફર વીડિયો જોયા બાદ કોમેન્ટ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વીડિયો પર સેંકડો લોકોએ કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે.

એકે કહ્યું- નાના શહેરમાં મોટાને ‘ભાઈ’ અને ‘દીદી’ કહેવામાં આવે છે. બીજાએ લખ્યું – મને તે થોડું વિચિત્ર લાગે છે. ત્રીજાએ કહ્યું – પોતાનાથી મોટી ઉંમરના પુરુષને ‘ભાઈ’ કહી શકાય. આનાથી સંબંધ નથી બનતો. અન્ય એક યુઝરે કહ્યું- કપલને ટ્રોલ ન કરવા જોઈએ.

અન્ય એક યુઝરે એવું પણ લખ્યું – તેઓ સંબંધથી ભાઈ-બહેન નથી લાગતા, માત્ર મોટી હોવાને કારણે છોકરી છોકરાને ભાઈ કહેતી હશે. તેમના લગ્નમાં કંઈ ખોટું નથી. વિની અને જય સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય કપલ છે. યુટ્યુબ પર તેમની ચેનલના હજારો સબ્સ્ક્રાઇબર્સ છે અને તેમના ઘણા વીડિયોને લાખોમાં વ્યૂઝ મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Vini & Jai (@viniandjai)

Shah Jina