એક લગ્ન આવા પણ : લગ્ન કરવા માટે યુવતિએ 18 વર્ષની થવા સુધી જોઇ રાહ અને પછી કર્યુ એવું કે પરિવાર પણ ચોંકી ગયા

કહેવાય છે ને કે પ્રેમ કયાં કોના સાથે થઇ જાય એની ખબર જ નથી રહેતી. લોકો પ્રેમ માટે તો કંઇપણ કરવા તૈયાર થઇ જતા હોય છે. પરતુ પ્રેમ લગ્નનો હાલ જે મામલો સામે આવ્યો છે, તે અનોખો છે. જયાં એક યુવતિએ મંગળવારે તે પ્રેમી સાથે લગ્ન કર્યા જેના પર તેણે 3 વર્ષ પહેલા અપહરણ અને રેપની FIR દાખલ કરાવી હતી. આ કારણે યુવકને ડોઝ વર્ષ જેલની સજા કાપવી પડી હતી.

લગ્ન કર્યાના તરત બાદ જ યુવતિ તેના વકીલ સાથે ક્ષેત્રીય થાના અને SSP પાસે પહોંચી અને તેણે જણાવ્યુ કે, પરિવારજનોના દબાણમાં આવીને તેણે કેસ દાખલ કરાવ્યો હતો. જયારે યુવકે તેની સાથે કોઇ જબરદસ્તી કરી ન હતી. આ કિસ્સો યુપીના અલીગઢા સાસની ગેટ પંચ નગરીનો છે. અહીંની રહેવાસી ખુશી પાઠકે મંગળવારે તેના જય ગંજ નિવાસી પ્રેમી વરુણ અગ્રવાલ સાથે હનુમાન મંદિરમાં લગ્ન કરી લીધા.

યુવતિએ કહ્યુ કે, તે માર્ચ 2021ના રોજ 18 વર્ષની થઇ ચૂકી છે. તેણે તેની મરજીથી આ પગલુ ભર્યુ છે. વર્ષ 2019માં વરુણ તેન સાથે કોચિંગમાં ભણતો હતો. આ દરમિયાન તેની ઓળખ થઇ અને આ ઓળખ પ્રેમમાં બદલાઇ ગઇ. એક દિવસ તે વરુણ સાથે તેની મરજીથી ફરવા ગઇ હતી અને તેની ભનક યુવતિના પરિવારજનોને થઇ ગઇ હતી.

યુવતિએ પરિવારજનોના દબાણમાં આવીને વર્ષ 2019માં વરુણ અને તેના બે મિત્રો વિરૂદ્ધ અપહરણ અને રેપની FIR દાખલ કરાવી હતી. જેને કારણે છોકરાના ઘરવાળાને ભારે પરેશાનીઓથી ગુજરવુ પડ્યુ હતુ. યુવતિએ કહ્યુ કે, તે બંને એકબીજાને પ્રેમ કરે છે અને એટલા જ માટે તેઓએ લગ્ન ક્રયા છે. હવે બંને જીવનભર એકબીજાની સાથે રહેશે.

યુવતિએ પોલિસ સ્ટેશન પહોંચીને FIR ખત્મ કરવાની માંગ કરી. તેણે કહ્યુ કે, 2019માં તે નાબાલિગ હતી અને પરિવારનો વિરોધ કરી શકતી ન હતી. પરંતુ હવે તે 18 વર્ષની થઇ ગઇ છે. પોતાનું સારુ ખરાબ વિચારી શકે છે. આ સાથે જ બંનેને પોલિસ સુરક્ષા આપવાની માંગ કરી છે.

Shah Jina