આખલા સામે ઉભા રહીને આ છોકરી લગાવવા ગઈ ઠુમકા, પછી થયું એવું કે જોઈને તમે પણ કહેશો, કે “આવા નાટક શું કામ કરતા હશે !” જુઓ વીડિયો

આજે મોટાભાગનો યુવા વર્ગ સોશિયલ મીડિયામાં નામના મળે તેવું કરવા ઈચ્છે છે, તેઓ તેમના ફોલોઅર્સ વધારવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો મોત સાથે પણ બાથ ભીડતા જોવા મળે છે, ઘણા વીડિયોને જોઈને યુઝર્સને પણ તે વ્યક્તિ ઉપર ગુસ્સે આવી જાય અને મનમાં થાય કે ફેમસ થવા માટે લોકો આ હદ સુધી પણ જઈ શકે છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક છોકરી આખલાની સામે ફની વીડિયો બનાવી રહી હતી, ત્યારે જ કંઈક એવું બને છે, જેને જોઈને તમે હસવા પર મજબૂર થઈ જશો. વીડિયોની શરૂઆતમાં, એક છોકરી વીડિયો બનાવવા માટે આખલાની સામે ઉભી છે, જે પહેલા હસતી અને પછી ડાન્સ કરતી પોઝ આપે છે.

પરંતુ કદાચ આખલાને આ બધુ ગમતું નથી અને બીજી જ ક્ષણે આખલો છોકરીને ઉભી પુછડીએ ભાગવા માટે મજબુર કરી દે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આખલો છોકરીને મારવા માટે આગળ આવે છે અને છોકરી પણ ડરીને ભાગી જવા માટે મજબુર થઇ જાય છે. વીડિયો જોઈને એમ લાગે છે કે છોકરીને પણ તેની ભૂલ સમજાઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘bhutni_ke_memes’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પર આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે અને લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ યુઝર્સ પોતાની જાતને ફની રિએક્શન આપવાથી રોકી શકતા નથી.

Niraj Patel