સોશિયલ મીડિયા ઉપર બ્યુટી ટિપ્સને લઈને પોસ્ટ કરવામાં આવેલા વીડિયો ખુબ જ વાયરલ થતા હોય છે. ત્યારે એક યુવતીએ શાનદાર અંદાજમાં કાજળ બનાવ્યું અને તે પણ થોડી જ મિનિટોમાં. જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો જેને અત્યાર સુધી 2 કરોડથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે.
આ યુવતીએ દીવો અને સરસવના તેલથી કાજળ બનાવ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી ત્રણ દિવા લે છે અને તેમાં દિવેટ મૂકે છે. દીવામાં તે સરસવનું તેલ ભરે છે. તેને પ્રગટાવીને એકસાથે રાખે છે અને આસપાસ કટોરી રાખી દે છે. તેની ઉપર સ્ટીલની પ્લેટ રાખી દે છે. થોડી જ વારમાં પ્લેટ કાળી થઇ જાય છે. તે ચમચીથી કાળા ભાગને કાઢે છે અને એક કટોરીમાં ઘી સાથે તેને મિક્સ કરે છે. જેનાથી કાજળ તૈયાર થઇ જાય છે.
આ વીડિયોને ફેમસ ઇન્સ્ટાગ્રામ પેજ Artkala4u દ્વારા 22 એપ્રિલના રોજ શેર કરવામાં આવ્યો હતો. લોકોને આ તકનીક ખુબ જ પસંદ આવી રહી છે. તો ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે આ બધું આંખો માટે સારું નથી. જુઓ તમે પણ આ વાયરલ વીડિયો…
View this post on Instagram