દુલ્હો શોધવાની અનોખી રીત ! યુવતી લગ્ન માટે પોતાનો બાયોડેટા બોર્ડ પર પ્રિન્ટ કરાવી મુંબઈના રસ્તાઓ પર નીકળી પડી

આજકાલ લગ્ન માટે છોકરો કે છોકરી શોધવાનું ખૂબ જ સરળ બની ગયું છે. લોકો મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ અથવા એપ્સ પર તેમના એકાઉન્ટ્સ બનાવે છે અને તેમની પસંદગી મુજબ પાર્ટનર શોધે છે. કેટલાક લોકો અખબારોમાં જાહેરાતો આપીને જીવનસાથીની શોધ કરે છે. પરંતુ શું તમે ક્યારેય રસ્તા પર કોઈને છોકરાની શોધમાં ઉભેલા જોયા છે? હાલ મુંબઈની એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રસ્તા પર ઊભી છે અને લગ્ન માટે છોકરો શોધી રહી છે.

દુલ્હો શોધવા રસ્તા પર નીકળી પડી

તાજેતરમાં જ મુંબઈની એક છોકરીએ લગ્ન માટે વર શોધવાની અનોખી પદ્ધતિ અપનાવી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. 29 વર્ષની સયાલી સાવંતે તેનો બાયોડેટા એક મોટા બોર્ડ પર પ્રિન્ટ કરાવ્યો અને તેને લઈ મુંબઈના રસ્તાઓ પર નીકળી પડી.

તાજ હોટલ પાસે ઊભી રહીને પોતાના માટે શોધી રહી હતી વર

ગેટવે ઓફ ઈન્ડિયા અને તાજ હોટલ પાસે ઊભી રહીને સયાલીએ પોતાના માટે વર શોધવાનો પ્રયાસ કર્યો. તેના આ અનોખી પદ્ધતિએ ત્યાંથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચ્યું અને ઘણા લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. સયાલી એક કન્ટેન્ટ ક્રિએટર છે અને તેણે સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ રેકોર્ડ કરવા માટે આ વીડિયો બનાવ્યો છે.

સયાલીએ વર માટે કેટલીક શરતો પણ મૂકી

સયાલીએ બોર્ડ પર છપાયેલા બાયોડેટામાં તેની ઉંમર, ઊંચાઈ, શિક્ષણ અને અન્ય અંગત માહિતી આપી હતી. આ સાથે તેણે તેના ભાવિ વર માટે તેની ઊંચાઈ અને ભણતર જેવી કેટલીક શરતો પણ રાખી હતી.આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @sayali_swant18_o નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે, વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખ 30 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેને 17 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by (@sayali_sawant18_official)

Twinkle