હેલ્થ

આ ડાયેટ પ્લાન ફોલો કરીને 8 મહિનામાં જ ઘટાડી દીધું 30 કિલો વજન, જાણો કેવી રીતે

આજના સમયમાં ભાગદોડવાળા જીવનમાં વધતું વજન આપણા બધાની જ માટે એક સમસ્યા બની ચૂક્યું છે. એક અભ્યાસ અનુસાર, વિશ્વના 100માંથી 40 લોકો વધતા વજનની સમસ્યાથી ઝૂઝી રહ્યા છે. વધારે પડતા વજનથી હાર્ટએટેક, ખરાબ રક્ત સંચાર, શરીરની કમજોરી, વગેરે સમસ્યાઓ શરુ થઇ જાય છે. અને આ સમસ્યા ઘણીવાર જીવલેણ સાબિત પણ થાય છે.

Image Source

આજકાલ બજારમાં એવી ઘણી પ્રોડક્ટ્સ મળે છે કે જે વગર મહેનતે વજન ઓછું કરવાનો દાવો કરે છે પણ એના નુકશાન પણ ઘણા હોય છે. એટલે જ લોકો વજન ઘટાડવા માટે જિમ જાય છે. પણ ઘણા લોકો પાસે જિમ જવાનો સમય પણ નથી હોતો, ત્યારે આવા લોકો ડાયેટ પ્લાન્સ અપનાવે છે, અને વજન ઘટાડે છે અને લોકો માટે ઉદાહરણ પૂરું પાડે છે.

ખરાબ જીવનશૈલી અને જંક ફૂડના વધુ પડતા સેવનને કારણે ઘણા બધા લોકો સ્થૂળતાનો શિકાર બને છે. ઘણા કિસ્સાઓમાં તો એવું પણ બને છે કે વધી ગયેલા વજનને ઘટાડવું પણ મુશ્કેલ થઇ જાય છે. ત્યારે આજે એક એવી યુવતી વિશે વાત કરીએ કે જેને ડાયેટ અને જિમ બંનેની મદદથી માત્ર આઠ જ મહિનામાં 30 કિલો વજન ઘટાડી લીધું.

Image Source

સૌમ્યા યાદવ નામની આ યુવતીએ જોતજોતામાં જ 8 મહિનામાં 30 કિલો વજન ઘટાડી દીધું. સૌમ્યાના બધા જ મિત્રો જિમ જવા લાગ્યા હતા અને તેમના ચુસ્ત શરીરને જોઈને હવે સૌમ્યાને લાગતું હતું કે તેને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને તેને પણ પોતાની શરીર ચુસ્ત બનાવવું જોઈએ. જેથી સૌમ્યએ પણ શરૂઆતમાં પહેલા જિમ જવાનું શરુ કર્યું અને સાથે જ એક ખાસ ડાયેટ પ્લાન પણ અપનાવ્યો.

જો કે થોડા મહિનાઓ બાદ સૌમ્યાએ જિમ જવાનું બંધ કરી દીધુ. પરંતુ તેને પોતાનો ડાયેટ પ્લાન તો યથાવત જ રાખ્યો હતો. આ ડાયેટનું પરિણામ સૌમ્યાને મળ્યું અને તેને 8 મહિનામાં 30 કિલો વજન ઘટાડી દીધું.

Image Source

ડાયેટ પ્લાન – સવારે નાસ્તામાં સૌમ્યા પૌવા, સ્પ્રાઉટ્સ, ઓટ્સ કે દૂધની સાથે કોર્નફ્લેક્સ લેતી હતી. જયારે બપોરેના ભોજનમાં તે દાળ, શાક, રોટલી દહીં અને સલાડ ખાતી. રાતે એ સલાડ અને દાળ લેતી, પણ રોટલી કે ભાત જરા પણ નહિ ખાતી. આ દરમ્યાન તે તળેલું, મસાલાવાળું કે જંકફૂડ જરા પણ લેતી ન હતી. તે આ બધા પ્રકારના ભોજનથી દૂર રહેતી હતી.

વર્કઆઉટ – સૌમ્યાના જણાવ્યા અનુસાર, એ રોજ સવારે ઉઠીને જિમ જતી હતી અને લગભગ એક-દોઢ કલાક સખત વર્કઆઉટ કરતી. જીમમાં તે તેના ટ્રેનરે આપેલી બધી જ સૂચનાઓનું બરાબર પાલન કરતી હતી. એ શરીરના બધા જ ભાગો માટે બનાવવામાં આવેલી ખાસ કસરતો રોજ કરતી હતી.

Image Source

ફિટનેસ મંત્ર – સૌમ્યા આ રીતે વજન ઘટાડવામાં સફળતા મેળવવા અંગે જણાવે છે એક જિમ તો તે માત્ર 3-4 મહિના માટે જ ગઈ હતી, પણ તેને ડાયેટ પ્લાનને ગંભીરતાથી ફોલો કર્યો. આટલું વજન ઘટાડવામાં લોકોને સામાન્ય રીતે બે વર્ષ લાગી જાય છે પણ તેને આ મુકામ માત્ર 8 જ મહિનામાં પ્રાપ્ત કર્યું. ઘણા લોકો તેના કિસ્સામાંથી પ્રેરણા લઈને ડાયેટ અપનાવીને વજન ઘટાડે છે.

Image Source

જો તમે નોકરી કરો છો અને ડાયેટ ફોલો કરવા માટે કોઈ ખાસ સમય નથી તો તમે ઓફિસમાં હેલ્ધી ફૂડ પણ રાખી શકો છો કે જેને તમે સમયે સમયે ખાતા રહેશો તો એ ફૂડ તમને ફિટ અને એનર્જેટિક બનાવી રાખશે.

શેકેલા ચણા – શેકેલા ચણા તમને એનર્જી આપશે અને તમારા કામની ગુણવતા વધુ સારી કરવા માટે મદદ કરશે. આ ફાયબરથી ભરપૂર છે અને એમાં કેલરી ઓછી હોય છે એટલે એનાથી પેટ ભરાશે પણ વજન નહિ વધે.

Image Source
  • ખાટા ફાળો – સંતરા, સફરજન, સ્ટ્રૉબેરીઝ જેવા ફ્રૂટ્સ ઓફિસમાં રાખો, આનાથી પેટ પણ ભરાશે અને બીમારીઓ પણ દૂર રહેશે. એમાં કેલરી ઓછી હોવાના કારણે વજન પણ નહિ વધે.
  • મમરા – મમરા સ્વાદિષ્ટ પણ લાગશે અને સ્વાસ્થ્ય માટે પણ સારા છે. એમાં ચરબી અને કેલરી ઓછી હોય છે એટલે તે વજન વધવા નહિ દે.
  • બદામ – બદામમાં વિટામિન ઈ હોય છે, જેનાથી એનર્જી મળી રહે છે અને પેટ ભરેલું રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.