ઉત્તરપ્રદેશની એક પુત્રીએ ફરી સાબિત કરી દીધું છે કે, દેશ સેવાથી વધુ કંઈ છે જ નહીં. જયારે કોઈ અભિનેત્રીની કરિયર શરૂ થાય છે. ત્યારબાદ એક અભિનેત્રી ફિલ્મની દુનિયાને અલવિદા કહી દે છે. ઉત્તરપ્રદેશની એક દીકરીએ ફિલ્મ જગતની ઓફરને ઠુકરાવીને બીજી કરિયરને પસંદ કરી લીધી છે. બીજી કરિયર છે ભારતીય નૌસેનામાં શામેલ થઇ દેશની રક્ષા કરવાની.

ઉત્તરપ્રદેશના મથુરા જીલ્લ્લાના ડો. મુકેશકુમાર શર્માની પુત્રી રિશ્મા ભારદ્વાજનું સિલેક્શન ભારતીય નૌસેનાએમાં સબ લેફિટેન્ટ પદ પર થયું છે. 20 વર્ષની ઉંમરમાં બીટેકનું ભણતર પૂર્ણ કર્યા બાદ રિશ્માએ પ્રથમ વખતમાં જ બાજી મારી લીધી હતી. રિશ્માનાસ પિતા મુકેશ કુમાર પણ ભારતીય વાયુ સેનામાં છે. હાલમાં જ તેને ગ્રુપ કેપ્ટ્ન બનાવવામાં આવ્યા છે. ત્યારે પુત્રીને સેનામાં નોકરી મળતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

રિશ્મા ભણવામાં હોશિયાર હોય તેને 20 વર્ષી ઉંમરમાં જ બીટેક પૂર્ણ કર્યું હતું. આ બાદ તેને સિલેક્શન જાણીતી આઇટી કંપની ઇન્ફોસિસમાં થયું હતું. નોકરી દરમિયાન રિશ્માએ તે સાઉથની સિનેમા તરફ વળી ગઈ હતી. રિશ્માએ નોકરી દરમિયાન ઘણા ફિલ્મકારો સાથે મુલાકાત કરી હતી. રિશ્માના અભિયાનમાં રુચિ જોઈને તમિલ ફિલ્મ નિર્દેશક એઆર કૃષ્ણા મોહનને તેની ફિલ્મ નગાલમાં મુખ્ય અભિનેત્રીના રોલમાં લેવામાં આવી હતી.

આ ફિલ્મ 2018માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં રિશ્માની સાથે શિવશક્તિ મુખ્ય રોલમાં હતા. આ એક સ્કાય ફાઈ ફિલ્મ હતી. રિશ્મા ભારદ્વાજે ફિલ્મી દુનિયા અને આઈટી સેક્ટરની સારી નોકરીને છોડી પિતાની જેમ રાષ્ટ્ર સેવાને પ્રાથમિકતા આપી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks