લગ્નના 22 દિવસ પહેલા જ યુવતી ખરીદી કરવાના બહાને પોતાના મિત્ર સાથે હોટલમાં રોકાઈ, બીજા દિવસે જ મળી તેની લાશ, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

અજરુદ્દીન સાથે હોટલમાં રોકાયેલી શહેજાદીની મળી લાશ, તે રાત્રે રૂમ નંબર 209માં શું થયું? વાંચો અંદરની સ્ટોરી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

દેશભરમાં હત્યા અને આત્મહત્યાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. ઘણા મામલાઓમાં તપાસ દરમિયાન એવા એવા ચોંકાવનારા ખુલાસા થતા હોય છે જે જાણીને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. મોટાભાગની હત્યા પ્રેમ પ્રસંગોમાં બનતી હોવાનું સામે આવતું હોય છે. તો કેટલીકવાર કોઈની લાશ મળે છે અને તેની સાથે જ તેને આપઘાત કર્યો કે તેની હત્યા થઇ તેનું રહસ્ય પણ અકબંધ રથી જતું હોય છે, હાલ એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીની લાશ તેના લગ્નના 22 દિવસ પહેલા જ હોટલમાંથી મળી.

આવતા મહિને થવાના હતા લગ્ન :

ગાઝિયાબાદના ડાસના વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી રવિવારે યુવતીની લાશ મળી આવી હતી. યુવતી બે દિવસ પહેલા હાપુરથી લગ્નની ખરીદી માટે આવી હતી અને તેના મિત્ર સાથે હોટલમાં રોકાઈ હતી. મૃતકના મોઢામાંથી ફીણ આવતું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. મૃતક યુવતીની ઓળખ 23 વર્ષની શેહજાદી તરીકે થઈ છે, જે ધૌલાના, હાપુડની રહેવાસી છે. શહેજાદીના લગ્ન આવતા મહિને નવેમ્બરમાં દિલ્હીના રહેવાસી યુવક સાથે થવાના હતા.

મિત્ર સાથે રોકાઈ હતી હોટલમાં :

ગત શુક્રવારે યુવતી તેના એક મિત્ર અજરુદ્દીન સાથે લગ્નની ખરીદી કરવાના બહાને ઘરેથી આવી હતી અને રાત્રે 11 વાગ્યાની આસપાસ તે તેના મિત્ર અજરુદ્દીન સાથે રહેવા ડાસનાની અનંત હોટલ પહોંચી હતી. હોટલના સ્ટાફે તેને રૂમ નંબર 209 ફાળવ્યો હતો. બીજા દિવસે સવારે આ જ રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતી સાથે હોટલમાં રહેતા મિત્ર અઝારુદ્દીને રાજકુમારીના ભાઈ દાનિશને ફોન કરીને આ અંગે જાણ કરી હતી અને પછી તે ફરાર થઇ ગયો હતો.

પોલીસે આ રીતે આરોપીને ઝડપી લીધો :

પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ હત્યા તેના બોયફ્રેન્ડે કરી હોવાનું બહાર આવ્યું. આવતા મહિને તેની ગર્લફ્રેન્ડના લગ્ન હોવાથી તે નાખુશ હતો. આથી તેને વાત કરવાના બહાને હોટલમાં બોલાવી હતી. પહેલા તેને નશાની ગોળીઓ આપવામાં આવી, પછી ઓશીકા વડે મોઢું દબાવીને તેની હત્યા કરવામાં આવી. પોલીસે ગુરુવારે વહેલી સવારે એન્કાઉન્ટરમાં આરોપી બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. એન્કાઉન્ટર દરમિયાન પોલીસ દ્વારા તેને પગમાં ગોળી વાગી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel