માં-બાપે સારી સલાહ આપી તો પણ 100 ફૂટથી વોટરફોલમાં નારાજ છોકરીએ લગાવી દીધી છલાંગ, વીડિયો જોઇ સૌ કોઇ હેરાન

મોબાઇલ યુઝ કરવા પર પેરેન્ટ્સ બોલ્યા તો નારાજ દીકરીએ લગાવી દીધી છલાંગ- હિમ્મત હોય તો વીડિયો જુઓ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યા અથવા તો તેના પ્રયાસના ઘણા કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં છત્તીસગઢમાં ચિત્રકોટ વોટરફોલ પાસે એક ચોંકાવનારી ઘટના બની, જેને ‘મિની નાયગ્રા’ કહેવામાં આવે છે. અહીં એક યુવતીએ કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમયસર તેનો બચાવ થયો હતો. આ ઘટના પાછળ જે કારણ બહાર આવ્યું તેણે બધાને ચોંકાવી દીધા.

મોબાઇલને લઇને પેરેન્ટ્સે આપ્યો ઠપકો
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસે જણાવ્યું કે 21 વર્ષિય યુવતીનું નામ સરસ્વતી મૌર્ય છે. તે પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ પર પસાર કરતી હતી. તેની આ આદતથી પરિવારના સભ્યો પરેશાન હતા. આ માટે પેરેન્ટ્સે સરસ્વતીને ઠપકો આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે પિતાએ સરસ્વતી મૌર્યને મંગળવારે બપોરે લગભગ 1 વાગ્યે મોબાઈલ ચલાવવા બદલ ઠપકો આપ્યો હતો.

સરસ્વતીએ લગાવી છલાંગ
આનાથી ગુસ્સે થઈને સરસ્વતી ચિત્રકોટ વોટરફોલ પર પહોંચી ગઈ. પોલીસે જણાવ્યું કે જ્યારે ધોધ જોવા આવેલા લોકોને ખબર પડી કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે તો તેઓએ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સરસ્વતીએ કોઈની વાત ન માની અને તે કૂદી પડી. જો કે તેને ટૂંક સમયમાં તેની ભૂલનો અહેસાસ થયો. આ પછી તેણે પોતાને ડૂબવાથી બચાવવા માટે સ્વિમિંગ કરીને બહાર આવવાનો પ્રયાસ કર્યો.

ગત વર્ષે પણ એક યુવતીએ ચિત્રકોટ ધોધમાં લગાવી હતી છલાંગ 
ચિત્રકોટ ચોકીના પ્રભારીએ જણાવ્યું કે ધોધ પાસે સુરક્ષા માટે તૈનાત ગ્રામજનો હોડી લઈને સરસ્વતી પાસે પહોંચ્યા અને તેને બચાવી. પોલીસના જણાવ્યા અનુસાર સરસ્વતી મૌર્ય ચિત્રકોટ ગામની રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવતી એક હોટલમાં કામ કરે છે. ગત વર્ષે પણ એક યુવતીએ ચિત્રકોટ ધોધમાં છલાંગ લગાવી હતી.

ધોધની ઊંચાઈ 90 ફૂટ
મળતી માહિતી મુજબ વરસાદને કારણે ઈન્દ્રાવતી નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે, જેમાં ચિત્રકોટ ધોધમાં પણ ઘણું પાણી છે. આ ધોધની ઊંચાઈ 90 ફૂટ જેટલી છે. ધોધમાં છલાંગ લગાવવાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે ધોધની ટોચ પરથી યુવતિ જોરદાર છલાંગ લગાવી રહી છે.

Shah Jina