આજે મોટાભાગના લોકો દરેક જગ્યા ઉપર ફોન વાપરતા હોય છે, એ પછી ટોયલેટમાં હોય કે બાથરૂમમાં. ઘણા લોકો નહાતા નહાતા પણ ફોન બાથરૂમમાં જ ચાર્જિંગમાં રાખી અને ગીતો સાંભળે છે. આવા લોકો માટે આ ખબર ચેતવણી સમાન છે..
ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે રુસની 24 વર્ષની એક મહિલા ઓલેસ્યા સેમેનોવા નહાતી વખતે પોતાનો આઈફોન સાથે રાખીને ગઈ હતી અને તેને નહાતા દરમિયાન પોતાનો આઈફોન 8 બાથટબ પાસે જ ચાર્જિંગમાં રાખ્યો હતો.જયારે ઓલેસ્યા નહાઈ રહી હતી તે દરમિયાન જ આઈફોન બાથટબમાં પડ્યો અને તેના કારણે ટબમાં કરંટ આવી ગયો અને ઓલેસ્યાનું દર્દનાક મૃત્યુ થયું હતું.

ઓલેસ્યા એક કપડાંની દુકાનમાં કામ કરતી હતી અને તે પોતાની એક ફેલ્ટમેટ સાથે એક ફેલ્ટમાં રહેતી હતી. તેની ફેલ્ટમેટે જયારે તેને જોઈ ત્યારે તેના મોઢામાંથી પણ ચીસ નીકળી ગઈ હતી. તેની ફ્લેટમેંટ જણાવ્યું કે, “જયારે તે ઘણીવાર સુધી બહાર ના નીકળી તો હું બાથરૂમમાં ગઈ. ત્યાં તે બાથટબમાં શાંત પડેલી હતી. તેનું શરીર પીળું પડી ગયું હતું અને શરીરમાં કોઈ હલચલ નહોતી થઇ રહી.
જાણકારોનો અનુભવ પ્રમાણે જો સોકેટની મેઈન લાઇનનો ના હોત તો શોર્ટ સર્કિટ પછી ઓલેવાનો જીવ બચી જાય એમ હતો. ફોન વોટરપ્રૂફ હતો એટલે બંધ ના થયો અને ઘણા સમય સુધી ઓન રહ્યો અને ચાર્જર પણ કામ કરતું રહ્યું. રશિયામાં તે પહેલા પણ 15 વર્ષોની છોકરીની બાથરૂમમાં ફોન ના લીધે વીજળીનો ઝટકા લાગવતી મોટ થઇ છે