જો તમારી જોડે સરકારી બાબુ લપ કરે તો આટલું કરજો, સેકન્ડની અંદર સીધા દોર થઇ જશે
સરકારી કચેરીની અંદર કોઈપણ કામ માટે સામાન્ય માણસ જાય ત્યારે તેના ધક્કા ત્યાં શરૂ જ થઇ જાય. 5 મિનિટનું કામ પણ 50 દિવસ સુધી ના પૂર્ણ થવાના ઘણા ઉદાહરણો આપણી આસપાસ જોવા મળતા હોય છે, ઘણા લોકો તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે તે છતાં પણ સ્થિતિ જૈસે થેની જ બની જાય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
પરંતુ હાલ ગાંધીનગરમાં વિદેશથી આવેલી ફાંકડું અંગ્રેજી બોલતી એક યુવતીએ જે કર્યું તેના કારણે તંત્રને પણ દોડવું પડ્યું હતું. યુવતીને આધારકાર્ડ માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા હતા જેના કારણે તેને સોશિયલ મીડિયાનો સહારો લીધો અને તંત્રને દોડતું કર્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશથી આવેલી યુવતીને પોતાના આધારકાર્ડમાં અટક બદલાવવાની કામગીરી કરાવવાની હતી, જેના માટે તે છેલ્લા ત્રણ દિવસથી કચેરીના ધક્કા ખાઈ રહી હતી. તે યુવતિ પાસે પ્રમાણ રૂપે જન્મનું પ્રમાણપત્ર જ હતું.
ત્રણ દિવસ સુધી તેની સમસ્યાનું સમાધાન ના મળવાના કારણે યુવતીએ કચેરીમાંથી જ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાઈવ વીડિયો કર્યો અને તેના દ્વારા જ તંત્ર દોડતું થયું. કચેરીના અધિકારીઓ પણ તેને સમજાવવા લાગી ગયા હતા.